ઓપરેશન સિંદૂર: મિનિટ ટુ મિનિટ ટાર્ગેટ

મધરાત્રે પોણાબે વાગે પાકિસ્તાને મિસાઇલ હુમલાને સમર્થન આપ્યું સવારે 5.27 કલાકે અમેરિકી વિદેશમંત્રીનું નિવેદન ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને ઙજ્ઞઊં…

મધરાત્રે પોણાબે વાગે પાકિસ્તાને મિસાઇલ હુમલાને સમર્થન આપ્યું સવારે 5.27 કલાકે અમેરિકી વિદેશમંત્રીનું નિવેદન

ભારતે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે પાકિસ્તાન અને ઙજ્ઞઊં પર હુમલો કર્યો છે. મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કર્યો. આ અભિયાનને પઓપરેશન સિંદૂરથ નામ આપવામાં આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ભારતના આ હુમલામાં 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આખી રાત ઓપરેશન સિંદૂરનું નિરીક્ષણ કરતા રહ્યા. ભારતની કાર્યવાહીની માહિતી રાત્રે 1 વાગ્યાની આસપાસ બહાર આવી છે.

ઘણા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, મધ્યરાત્રિ પછી મુઝફ્ફરાબાદ શહેરની આસપાસના પર્વતો પાસે ઘણા મોટા વિસ્ફોટો સંભળાયા હતા. વિસ્ફોટો પછી, શહેરમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો.1.45 વાગ્યે – પાકિસ્તાનના ડોન ન્યૂઝના અહેવાલ મુજબ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન (ઈંજઙછ) ના ડિરેક્ટર જનરલ લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતે કોટલી, બહાવલપુર અને મુઝફ્ફરાબાદમાં મિસાઈલ હુમલા કર્યા છે.

4.13 વાગ્યે – હુમલામાં ત્રણેય દળ, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આમાં પ્રિસિઝન એટેક વેપન સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

4.32 વાગ્યે – અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને વિદેશ સચિવ માર્કો રુબિયોએ ભારતીય હુમલા અંગે પાકિસ્તાની ગજઅ અને ઈંજઈં ના વડા લેફ્ટનન્ટ જનરલ અસીમ મલિક સાથે વાત કરી.4.35 વાગ્યે – ભારતીય હુમલા બાદ પાકિસ્તાન જતી ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી.

5.04 વાગ્યે – હુમલો કરાયેલા નવ સ્થળોમાંથી ચાર પાકિસ્તાનમાં અને પાંચ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં છે. પાકિસ્તાનમાં આવેલા ઠેકાણાઓમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટનો સમાવેશ થાય છે.
5.27 વાગ્યે – અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયોએ કહ્યું કે અમે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમેરિકાને આશા છે કે આ ટૂંક સમયમાં સમાપ્ત થશે.
5.45 વાગ્યે – કતાર એરવેઝે પાકિસ્તાન જતી બધી ફ્લાઇટ્સ રદ કરી.

6.00 વાગ્યે – પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને પૂંછ-રાજૌરી સેક્ટરના ભીમ્બર ગલી વિસ્તારમાં તોપમારો કર્યો છે. 6.08 વાગ્યે – ઓપરેશન સિંદૂરમાં સામેલ તમામ ભારતીય પાયલટ અને ફાઇટર જેટ સુરક્ષિત રીતે બેઝ પર પાછા ફર્યા. 6.14 વાગ્યે – પાકિસ્તાને પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું.

પહેલા ટાર્ગેટ લોક પછી મિસાઇલમારો: ઇઝરાયેલી શૈલી અપનાવતુ ભારત
ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ મિસાઇલ હુમલા કર્યા. આ હુમલાઓની સરખામણી ઇઝરાયલની લશ્કરી વ્યૂહરચના સાથે કરવામાં આવી રહી છે, ભારતની આ રણનીતિ ઇઝરાયલની સર્જિકલ સ્ટ્રાઈક અને પ્રિસિઝન સ્ટ્રાઈક શૈલીથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે. ભારતે 2016 ની સર્જિકલ સ્ટ્રાઈક અને 2019 ના બાલાકોટ એરસ્ટ્રાઈકમાં પણ આવી જ રણનીતિ અપનાવી હતી.ચોકસાઇપૂર્વક લક્ષ્યાંકન: ઇઝરાયલ તેની ગુપ્તચર મશીનરી (મોસાદ) અને ડ્રોન-ઉપગ્રહ આધારિત દેખરેખનો ઉપયોગ કરીને દુશ્મનના લક્ષ્યોને લોક કરે છે. આ હુમલામાં ભારતે સેટેલાઇટ ઇમેજરી, ડ્રોન અને રીઅલ-ટાઇમ ઇન્ટેલિજન્સનો પણ ઉપયોગ કર્યો હોઈ શકે છે. ભારતની સ્વદેશી NETRA AWACS (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ) અને ISROનો RISAT-2BR1 ઉપગ્રહ આવા ઓપરેશન્સમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

.