Site icon Gujarat Mirror

રાજકોટ જિલ્લામાં SIR અંતર્ગત 3.44 લાખ નોટિસમાંથી ફક્ત 2% સાચી ઠરી

રાજકોટ સહિત રાજ્યભરમાં નવેમ્બર માસથી શરૂૂ થયેલી SIR એટલે કે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી પૂર્ણ થઇ છે. ‘સર’ બાદ રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ આઠ વિધાનસભા બેઠકમાં 2.95 લાખ જેટલા મતદાર પર કાતર ફરી જતા હવે રાજકોટ જિલ્લામાં 20,95,000થી વધુ મતદાર રહ્યા છે.

‘સર’ કાર્યવાહી પહેલાં રાજકોટ જિલ્લામાં 23,91,027 મતદાર હતા. જે પૈકી 7,210 મતદાર વર્ષ 2002ની મતદાર યાદીની તુલનાએ પુરાવા રજૂ કરી શક્યા ન હતા. આ ઉપરાંત મૃત્યુ, ગેરહાજર, ડુપ્લિકેટ, સ્થળાંતર અને પરપ્રાંતીય મતદારો પણ મોટા પ્રમાણમાં કાતર ફરી હોવાનું સામે આવ્યું છે. કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશ બાદ તા.4 નવેમ્બરથી રાજકોટ જિલ્લામાં ઘેર-ઘેર એન્યુમરેશન ફોર્મ વિતરણ સાથે ‘સર’ની કામગીરી શરૂૂ થઇ હતી.
ડિસેમ્બર-2025માં ‘સર’ બાદ મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ થતા જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં નોંધાયેલા 23.91 લાખ પૈકી 2.25 લાખ મતદાર નો-મેપિંગ કેટેગરીમાં સમાવી લેવામાં આવ્યા હતા.

જે બાદ હક્ક-દાવાની સુનાવણી હાથ ધરવામાં આવતા જિલ્લામાં 33,452 મતદારોએ નામ ઉમેરવા, 2200થી વધુ મતદારોએ નામ કમી કરવા અને 33,500થી વધુ મતદારે સ્થળાંતર માટે ફોર્મ-8 રજૂ કર્યા હતા અને કુલ મળી 69,000 મતદારના હક્ક-દાવા સાંભળી આગામી તા.17 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધિ થનાર મતદાર યાદી માટે કુલ 20,95,000થી વધુ મતદારને સમાવી લેવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે, જિલ્લામાં ‘સર’ દરમિયાન સૌથી વધુ પરપ્રાંતીય મતદારો અને બેવડાયેલ મતદારોના નામ પર કાતર ફરી હોવાનું સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.

રાજકોટ જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં ડિસેમ્બર માસમાં પ્રાથમિક મતદાર યાદીની પ્રસિદ્ધિ સમયે 89,292 મતદાર મૃત્યુ પામ્યા હોવાનું, 61274 મતદાર મળી આવતા ન હોવાનું, 1,69,606 મતદાર કાયમી ધોરણે અન્યત્ર વસવાટ કરતા હોવાનું તેમજ 10,615 મતદાર બેવડાયેલા હોવાનું સામે આવ્યું હતું.
જિલ્લાની આઠ વિધાનસભા બેઠકોમાં ‘સર’ પ્રક્રિયા દરમિયાન વર્ષ 2002ની તુલનાએ મેપિંગ ન થયું હોય તેવા તેમજ પુરાવા રજૂ ન કરી શક્યા હોય તેવા 3.44 લાખ મતદારને ચૂંટણી તંત્રએ નોટિસ પાઠવી એઇઆરઓ કક્ષાએ રૂૂબરૂૂ સાંભળવામાં આવ્યા હતા જેમાંથી 3.37 લાખથી વધુ મતદારોએ મતદાર યાદીમાં પોતાના નામ ચાલુ રાખવા માટે જરૂૂરી પુરાવા રજૂ કર્યા હતા. જ્યારે 7200થી વધુ મતદાર પોતાના પુરાવા રજૂ નહીં કરી શકતા આવા મતદારોના નામ ‘સર’ બાદ તૈયાર થતી આખરી મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવશે.

 

Exit mobile version