માણાવદરના બુરી ગામે ONGCને કંઇ મળ્યું નહીં

4500 મીટર સુધી સંશોધન કરવા છતાં ક્રૂડ નહીં મળતા વિકાસની આશા ધૂંધળી માણાવદર તાલુકાના બુરી ગામે ONGC દ્વારા છેલ્લા 2 વર્ષ થી વધુ સમય થી…

4500 મીટર સુધી સંશોધન કરવા છતાં ક્રૂડ નહીં મળતા વિકાસની આશા ધૂંધળી

માણાવદર તાલુકાના બુરી ગામે ONGC દ્વારા છેલ્લા 2 વર્ષ થી વધુ સમય થી ઓઈલ સંશોધન કામગીરી હાથ ધરી હતી જેને પગલે આજુ બાજુ જમીનો ના ભાવ વધી ગયા હતા અને વિકાસ થશે તેવું માનવામાં આવતું હતું પરંતુ ONGC ના નિષ્ણાતો દ્વારા છેલે 3 હજાર અને 4500 મીટર સુધી પહોંચ્યા બાદ પણ કાંઇ ગેસ કે કોઈ ખનીજ ના મળતા ઓએનજીસી કંપની દ્વારા બુરી ગામે ONGC દ્વારા પૂર્ણ વિરામ મૂકી દેવાયું છે. જો કે હજુ નાકરા ગામે ONGC સંશોધન કામગીરી ચાલુ છે ત્યારે ત્યાં કોઇ મળે છે કે કેમ તે તરફ આશાની મીટ મંડાઇ છે. હાલ તો આ વિસ્તાર માં કોઈ ખનીજ મળ્યું નથી ત્યારે આ પંથકમાં વિકાસની આશા ઠગારી નીવડી છે.