ગુજરાત
ગેંગરેપના ત્રણેય આરોપીઓના એક દિવસના રિમાન્ડ મંજૂર
પોલીસ દ્વારા આરોપીઓની ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઇ
જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં એક ફ્લેટમાં યુવતી ને ઘરકામ માટે બોલાવ્યા પછી તેણીના નગ્ન ફોટા પાડી લીધા બાદ તેણીને બ્લેકમેલ કર્યા પછી ત્રણ નરાધમો દ્વારા ગેંગરેપ આચાર્યની ઘટના સામે આવ્યા પછી ગઈકાલે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.જે ગુનામાં મુખ્ય સૂત્રધાર હુસેન ગુલમામદ શેખ તેમજ તેના અન્ય બે સાગરીતો આમિરખાન જાફરખાન તેમજ ફૈઝલ લતીફ દરવાન ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.પોલીસ દ્વારા ત્રણેય આરોપીઓને આજે રિમાન્ડ ને માંગણી સાથે અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
જયાં અદાલતે ત્રણેય આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર લેવા માટેનો હુકમ કર્યો છે, અને પોલીસ દ્વારા ત્રણેયની ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે. સીટી એ. ડિવિઝનના પી.આઈ. એન.એ. ચાવડા અને તેમની ટીમ દ્વારા ત્રણેય આરોપીઓના ગુનામાં ઉપયોગમાં લેવાયેલા કપડાં ઉપરાંત મકાન અને ફાર્મ હાઉસ માંથી ચાદર શેતરંજી સહિતનું કેટલુંક સાહિત્ય પણ કબજે કર્યું છે. ઉપરાંત મુખ્ય સૂત્રધાર હુસેન શેખ, કે જે આરોપીનો મોબાઇલ ફોન પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. જે મોબાઈલ ફોનમાં ભોગ બનનાર યુવતી ના ફોટા પણ હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે તે મોબાઇલને સીલ કરીને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.