ક્રાઇમ
ધોરાજીના પીપળિયામાં 828 વિદેશી દારૂની બોટલ સાથે એક ઝડપાયો
ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલ.આર.ગોહીલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો ધોરાજી તાલુકા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને મળેલ સયુંકત હકિક્ત ના આધારે ધોરાજી તાલુકા ના પિપળીયા ગામમા રહેતો લીસ્ટેડ બુટલેગર ભરત ઉર્ફે ગજની નારણભાઇ બથવાર રહે પીપળીયા ગામ તા.ધોરાજી વાળાને ધોરાજી તાલુકાના પીપળીયા ગામ મોહન નગર થઇને ભોળા ગામ જવાના જુના ગાડા માર્ગે ગૌચરના ખરાબામા ઇંગ્લીસ દારૂૂની હેર ફેર કરતો નાની મોટી બોટલ નંગ-828 કિ.રૂૂ. 2,55,564/- ના મુદ્દામાલ સાથે મળી આવતા ધોરાજી તાલુકા પો.સ્ટેમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. તેમજ સરમણભાઇ કરમટા રહે ધોરાજી રાજકોટ પોરબંદર હાઇવે રોડ વેલનાથ હોટલ વાળો અટક કરવા પર બાકી હોય તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ કામગીરીમાં (1) એલ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેકટર, (2)મનિષભાઇ વરુ પો.હેડ કોન્સ., (3) વિજયસિંહ જાડેજા પો.હેડ કોન્સ. (4) દિવ્યરાજસિંહ પઢીયાર પો.હેડ કોન્સ., (5) જગદિશભાઇ સુવાણ પો.હેડ કોન્સ., (6) ઇશીતભાઇ માણાવદરીયા પો.કોન્સ, (7) અમરદિપભાઇ સુવા ડ્રા.પો.કોન્સ ધોરાજી તાલુકા પોસ્ટો જોડાયા હતા.