લીંબડી નજીક બગોદરા-લીંબડી નેશનલ હાઈવે પર પાણશીણા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક ટ્રકમાંથી રૂૂ. 47.63 લાખથી વધુનો ઇંગ્લીશ દારૂૂ અને ચપ્પલનો જથ્થો ઝડપી પાડ્યો છે. દેવપરા ગામના બોર્ડ નજીક રાજ ખોડલ કૃપા હોટલ પાસેથી અશોક લેલેન્ડ કંપનીનો બંધ બોડી ટ્રક (નં. ઇંછ-63-ઈ-4556) રોકીને તપાસ કરવામાં આવી હતી. ટ્રકમાં પ્લાયવુડની સીટ નીચે છુપાવેલો કુલ 2652 બોટલ ઇંગ્લીશ દારૂૂ (આશરે રૂૂ. 31,82,400) અને 2304 ચપ્પલ (આશરે રૂૂ. 5,76,000) મળી આવ્યા હતા. આ ઉપરાંત, રૂૂ. 3,10,000ની કિંમતનો ટ્રક અને એક મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂૂ. 47,63,400નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કેસમાં રાજસ્થાનના બ્યાવર જિલ્લાના 27 વર્ષીય બાબૂસિંહ વસ્તુસિંહ રાજપૂતની ધરપકડ કરવામાં આવી છે. માલ ભરી આપનાર અને મંગાવનાર સહિતના અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. પાણશીણા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. કે.ડી. જાદવના માર્ગદર્શન હેઠળ એચસી ઇન્દ્રજીતસિંહ રાઠોડ, ભવાનભાઈ બળોલીયા, નિકુલભાઈ ઝાપડીયા તેમજ પીસી દેવજીભાઈ ખાવડીયા સહિતની ટીમે આ સફળ કામગીરી કરી હતી. પોલીસે ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

