Site icon Gujarat Mirror

સુત્રાપાડાના ટીંબડી ફાટક નજીક દારૂની 54 બોટલ સાથે એક પકડાયો

પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ના પો.ઇન્સ.એમ.વી.પટેલ ની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ એ.સી.સિંધવ તથા ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ કોન્સ. નટુભા બસીયા તથા પો.કોન્સ. પિયુષભાઇ બારડ ને મળેલ સંયુકત બાતમી આધારે સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમાં પ્રાચી, ટીંબડી ફાટક પ્રાચી બાયપાસ રોડ પાસે વાહન ચેકીંગ દરમ્યાન જણાવેલ વિગતેના ઇસમો પાસે રહેલ કારમાં પ્રોહીબિશન લગત જથ્થો મળી આવતા સુત્રાપાડા પો.સ્ટે. ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડેલ આરોપીઓ (1) મયુરભાઈ કાળુભાઇ ભાદરકા ઉ.વ.31, રહે જાવંત્રી, તા.તાલાળા, (2) શાહિલ દાનાભાઇ બાબરીયા ઉ.વ.-23, રહે.રાયડી, પકડેલ મુદામાલ (1) ભારતીય બનાવટનો વિદેશી દારૂૂ અલગ અલગ બ્રાન્ડની કંપની શીલ પેક- 750 એમ.એલ.ની કાચની નાની મોટી બોટલો નંગ-54- કી.રૂૂ.72,600 (ર) મારૂૂતી સુઝુકી સીયાઝ ફોરવ્હીલ કાર-1 કિ.રૂૂ.1,00,000 (3) મોબાઇલ ફોન નંગ-1 રૂૂા.5000 મળી કિ.રૂૂા.1,77,600નો મુદામાલ જપ્ત કરાયો છે. આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીમા પો.હેડ.કોન્સ.નટુભા બસીયા અને પો.કોન્સ. પિયુષભાઇ બારડ રોકાયા હતા.

Exit mobile version