ગુજરાત
પાક નુક્સાની સહાય મુદ્દે ‘આપ’નો છોડવા સળગાવી વિરોધ, ધારાસભ્ય સહિત 15ની અટકાયત
ખેડુતના નામ બાકાત કેમ થયા, કલેક્ટરને આવેદન પાઠવ્યું
ગુજરાતમાં ખાસ કરીને જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા સર્વેના નાટકો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોને નુકસાની અંગે સહાય આપવાની જાહેરાતો ખેડૂતોની મજાક સમાન છે તેમાંય સહાય માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના હોય ખેડૂતો મુંઝવણમાં મૂકાઈ ગયા છે અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે.
સર્વે થઈ ગયેલા ખેડૂતો પૈકી પ0 ટકા ખેડૂતોના નામ જ ઓનલાઈનમાંથી બાકાત છે. આ તમામ પ્રશ્નો સાથેનું આવેદનપત્ર જામજોધપુર-લાલપુર વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવાની આગેવાની હેઠળ આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટરને સુપરત કરવામાં આવ્યું હતું. આ વેળાએ હેમંતભાઈ ખવા તથા ખેડૂતો-ગ્રામજનોએ નિષ્ફળ ગયેલા મગફળીના પાકના છોડવા સળગાવી વિરોધ વ્યકત કર્યો હતો. ત્યારે પોલીસે હેમંતભાઈ ખવા સહિત 1પ જેટલા રજુઆતકર્તા ઓ ની અટકાયત કરી હતી.