રાષ્ટ્રીય

ઓમર અબ્દુલ્લા બનશે જમ્મુ-કાશ્મીરના સીએમ

Published

on

અન્ય બેઠકમાં પણ માતબર મતે આગળ

જમ્મુ કાશ્મીરમાં એક દાયકા યોજાયેલી વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી પૂર્ણ થવાના આરે છે. રાજ્યમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સરકાર બનતી નજર આવી રહી છે. જો કે, ભાજપ પણ અહીં શક્તિશાળી પક્ષ તરીકે ઉભરી આવ્યું છે. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ બડગામ બેઠક પરથી જીત નોંધાવી છે. ત્યારે હવે નેશનલ કોન્ફરન્સના નેતા ડો. ફારૂૂક અબ્દુલ્લાએ મોટું એલાન કરતા કહ્યું કે, ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.


ફારૂૂક અબ્દુલ્લાએ આગળ કહ્યું કે, પલોકોએ પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. જમ્મુ-કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો છે. હું તમામ લોકોનો આભારી છું કે, લોકોએ ચૂંટણીમાં ભાગ લીધો. અલ્લાહનો આભાર છે કે, પરિણામ તમારી સામે છે. ઓમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બનશે.


બડગામ બેઠક પર 58.97% મતદાન થયું હતું. આ બેઠક 1977થી નેશનલ કોન્ફરન્સનો ગઢ છે. ઓમર અબ્દુલ્લા બડગામની સાથે-સાથે ગાંદરબલથી પણ ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ બંને બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. ગાંદરબલમાં ઓમર અબ્દુલ્લા 9766 મતોથી આગળ છે. આ બેઠક પર ઓમર અબ્દુલ્લાએ પીડીપીના ઉમેદવાર બશીર અહેમદ મીરને ખરાબ રીતે હરાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version