પેરિસ ઓલિમ્પિક્સમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને દેશનું નામ રોશન કરનારી ભારતીય સ્ટાર શૂટર મનુ ભાકર હવે રમતગમતના વૈશ્વિક વહીવટમાં સક્રિય ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન (ISSFI )ની એથ્લેટ્સ કમિટીની 2026-2030ની ટર્મ માટે મનુ ભાકર ઉમેદવારી નોંધાવી ચૂંટણી મેદાનમાં ઊતરી છે. પિસ્તોલ કેટેગરીમાં નિર્ધારિત બે પદો માટે વિશ્વભરના 10 દિગ્ગજ ઉમેદવારો વચ્ચે મુકાબલો થવા જઈ રહ્યો છે. મનુએ વૈશ્વિક શૂટર્સના હિતોનું રક્ષણ કરવા, પુરસ્કારની રકમ વધારવા અને સ્પોર્ટ્સના લાંબા ગાળાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ખેલાડી-કેન્દ્રી વિઝન રજૂ કર્યું છે.
મનુ ભાકરની ચૂંટણીના મેદાનમાં ઉતરવાના એજન્ડામાં ઓલિમ્પિક કાર્યક્રમમાંથી પુરુષોની 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ ઇવેન્ટને હટાવવાના જોખમો સામે તેનો ઓલિમ્પિકમાં કાયમી હિસ્સો જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું. આઈએસએસએફ વર્લ્ડ કપ્સ અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ્સમાં શૂટર્સ માટે પ્રાઈઝ મનીમાં મોટો વધારો કરવાની માંગ મજબૂત કરવી છે.
ઓલિમ્પિક સાયકલ દરમિયાન વારંવાર બદલાતા ટેકનિકલ નિયમોને સ્થિર રાખવા, જેથી ખેલાડીઓ સુસંગતતા અને આત્મવિશ્વાસ સાથે તૈયારી કરી શકે અને સાથે સાથે જ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરીને શૂટિંગ રમતને વૈશ્વિક સ્તરે યુવા પેઢી સુધી પહોંચાડવી, જેવા વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભાકર ચૂંટણીના મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું છે.
એથ્લેટ્સની સમસ્યાઓ અને અન્યાય સામે સમયસર અને પારદર્શક નિકાલ લાવવા માટે ગોપનીય ફરિયાદ નિવારણ મિકેનિઝમ ઊભું કરવું, આઈએસએસએફ ઈવેન્ટ્સ સ્થળે એથ્લેટ્સ માટે ’ક્વાઇટ ઝોન’ અને સ્પોર્ટ્સ સાયકોલોજી સપોર્ટ પ્રોગ્રામ્સ ઉપલબ્ધ કરાવવા તેમજ એક્ટિવ સ્પોર્ટ્સમાંથી નિવૃત્તિ લીધા બાદ એથ્લેટ્સ સ્થિર જીવન જીવી શકે તે માટે પ્રેક્ટિકલ ફાઈનાન્સિયલ પ્લાનિંગ અને કરિયર ટ્રાન્ઝિશન ગાઈડન્સ પૂરું પાડવું જેવા મહત્ત્વના એજન્ડા પર ફેડરેશન કામ કરે છે.
