Site icon Gujarat Mirror

પીપળી સ્ટેશન પર 31મે સુધી ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઊભી નહીં રહે

રાજકોટ ડિવિઝન હેઠળના પીપળી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓ વધારવાના ઉદ્દેશ્ય સાથે ફૂટ ઓવર બ્રિજ (FOB) અને નવા પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. આ કામગીરીને ધ્યાનમાં રાખીને ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનનું પીપળી સ્ટેશન પરનું સ્ટોપેજ હંગામી ધોરણે રદ કરવામાં આવ્યું છે.

ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસનું પીપળી સ્ટેશન પરનું સ્ટોપેજ, જે અગાઉ 25 માર્ચ, 2026 સુધી રદ કરવામાં આવ્યું હતું, તે હવે લંબાવીને 31 મે, 2026 સુધી કરવામાં આવ્યું છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે. ટ્રેનોના સંચાલન સંબંધિત લેટેસ્ટ માહિતી માટે કૃપા કરીને ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ www. enquiry. indianrail.gov.in ની મુલાકાત લો, જેથી કોઈપણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.

Exit mobile version