વોર્ડ નં.6ના ગ્રૂપમાં ધમાલ, મેસેજ મોકલનારે કહ્યું અજાણતાથી લિંક સેન્ડ થઇ ગઇ!
ભાજપના ગ્રુપમાં અશ્ર્લીલ વીડિયોનો મેસજ આવતા મધરાતે ધમાલ, શિસ્તબદ્ધ પક્ષની મર્યાદાના લીરેલીરા ઉડ્યા. જૂનાગઢમાં ભાજપના ગ્રુપમાં અશ્ર્લીલ વીડિયો પોસ્ટ થતાં અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ગઈકાલે મોડી રાતે શહેરના વોર્ડ નંબર 6ના ગ્રુપમાં અશ્ર્લીલ વીડિયો પોસ્ટ થતાં જ ધમાલ મચી જવા પામી હતી.
દેશમાં શિસ્તબદ્ધ પાર્ટી તરીકે જાણીતી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામે સવાલો ઉભા થયાં છે. જૂનાગઢમાં ભાજપના ગ્રુપમાં અશ્ર્લીલ વીડિયો પોસ્ટ થતાં અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યુ છે. ગઈકાલે મોડી રાતે શહેરના વોર્ડ નંબર 6ના ગ્રુપમાં અશ્ર્લીલ વીડિયો પોસ્ટ થતાં જ ધમાલ મચી જવા પામી હતી. બિભત્સ લિંક આવતા જ મહિલા કાર્યકરો નારાજ થઈ હતી. શિસ્તબદ્ધ પક્ષની મર્યાદાના લીરેલીરા ઉડ્યા હતાં. સ્થાનિક નેતૃત્વ સામે પ્રજામાં સવાલો ઉભા થયાં છે.
જૂનાગઢ શહેરમાં વોર્ડ નંબર 6ના ભાજપના વોટ્સએપ ગ્રુપમાં બિભત્સ વીડિયોની લિંક મુકવામાં આવી હતી. અડધી રાત્રે આ પ્રકારનો મેસેજ પડતાં જ ગ્રુપના સભ્યોમાં સોંપો પડી જવા પામ્યો હતો. આ ઘટનાના સ્ક્રિન શોટ્સ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. આ ગ્રુપમાં એક કરતાં વધુ એડમીન અને જવાબદાર કાર્યકરો પણ છે. જેમાં મહિલા આગેવાનો પણ છે. તેમ છતાં આ પ્રકારનો મેસેજ આવતા રાજકીય ચર્ચાઓ તેજ બની હતી. કેટલીક મહિલા આગેવાનોએ તો ખાનગીમાં આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ અંગે ભાજપના નેતાઓ જવાબ આપતાં છટકી ગયા હતાં. ગ્રુપમા બિભત્સ મેસેજ કરનારે કહ્યું હતું કે, મને પણ ખબર નથી કે આ મેસેજ ગ્રુપમાં કેવી રીતે ગયો. મારો મોબાઈલ હાથમાંથી છટક્યો હશે અને તેના કારણે અજાણતાથી આ લિંક ગ્રુપમાં સેન્ડ થઈ ગઈ હશે. ટોક ઓફ ધ ટાઉન બનેલા આ મુદ્દાને કારણે પાર્ટીના લીરેલીરા ઉડી રહ્યાં છે. ત્યારે પક્ષના મોટા નેતાઓ આવી ઘટનાઓને લઈને કયા પ્રકારના એક્શન લેશે તેવા સવાલો પણ શરૂૂ થઈ ગયા છે.

