Site icon Gujarat Mirror

જસદણના બળધોઈ ગામની કિંમતી જમીનની વેચાણ નોંધ રદ કરવા કરેલી વાંધા અરજી ફગાવાઈ

રાજકોટ જીલ્લાના જસદણ તાલુકાના બળધોઈ ગામના સર્વે નં.191 પૈકી 1 ની હેકટર જમીન 2-29-66 ચો.મી. પ્રતાપભાઈ જગુભાઈના ખાતે આવેલ હતી. જે જમીન રામભાઈ જીવણભાઈ મેર તથા રમેશભાઈ મનજીભાઈ જાદવ એ વેચાણ દસ્તાવેજ નં.4711 તા.19/11/2024 ના રોજ ખરીદ કરેલ હતી. જે જમીન ખરીદ કર્યા અંગેની હકકપત્રકે વેચાણ નોંધ નં.3923, તા.19/10/2024 ના રોજની કાચી નોંધ પડતા જયવિરભાઈ અશોકભાઈ ભોજક તેમજ ગીતાબેન અશોકભાઈ ભોજક અને હિનાબા અશોકભાઈ ભોજક દ્વારા સદરહુ નોંધ અંગે વાંધાઓ રજુ કરવામાં આવેલ હતા.

તથા તેઓ દ્વારા જણાવવામાં આવેલ કે, પ્રતાપભાઈ જગુભાઈનો સ્થાનીક જગ્યાએ કોઈ કબજો આવેલ નથી માત્ર રેવન્યુ રેકર્ડના આધારે જ સદરહુ જમીનનો વેચાણ દસ્તાવેજ ઉભો કરેલ છે તથા રેવન્યુ ઓથોરીટી દ્વારા ન્યાયીક મૂલ્યાંકન કરવામાં આવેલ ન હોય જેથી વેચાણ નોંધ નામંજુર કરવાની અરજ ગુજારેલ હતી તેમજ તેઓએ જણાવેલ કે, સદરહુ જમીન અંગે જસદણની સીવીલ કોર્ટમાં અમોએ એડવર્સ પઝેશન અંગેનો દાવો દાખલ કરેલ છે જેથી મલ્ટીપ્લીસીટી ઓફ પ્રોસીડીંગ્સ થવાની સંભાવના રહેલ છે. જેથી પણ સદરહુ નોંધ નામંજુર કરવા અરજ ગુજારેલ હતી.

આ કામમાં સામાવાળાઓ રામભાઈ જીવણભાઈ મેર તેમજ રમેશભાઈ મનજીભાઈ જાદવ તરફે એડવોકેટ દેવદત બી. મહેતા હાજર રહી સદરહુ અરજીનો વિરોધ કરેલ તેમજ જણાવેલ કે, રામભાઈ જીવણભાઈ મેર તથા રમેશભાઈ મનજીભાઈ જાદવ એ સદરહુ જમીન પ્રતાપભાઈ જગુભાઈ વાળા પાસેથી ખરીદ કરેલ છે. જે જમીન પ્રમોલગેશન નોંધ નં.19 થી જગા અમરા નામના વ્યકિત જુદા-જુદા 7-સર્વે નંબરની જમીન ધારણ કરતા હતા ત્યારબાદ સર્વે નં. 191 પૈકીની જમીનમાં પ્રતાપભાઈ જગુભાઈ વિગેરેના નામો દાખલ થયેલ છે.

તેમજ જમીનના ટાઈટલ ચકાસવામાં આવે તો રેવન્યુ રેકર્ડ મુજબ જમીન પ્રતાપભાઈ જગુભાઈની હોવાનું પુરવાર થાય છે તથા જયવિરભાઈ અશોકભાઈ ભોજક વિગેરે એ બદઈરાદાથી સત્ય છુપાવી પ્રતાપભાઈ જગુભાઈને આ કેસમાં જોડેલ નથી તથા કાયદાના પ્રસ્થાપિત થયેલ સિધ્ધાંતો મુજબ રેવન્યુ ઓથોરીટી સમક્ષ રજીસ્ટર્ડ ડોકયુમેન્ટ રજુ કરવામાં આવે અને તે ડોક્યુમેન્ટની એન્ટ્રી પાડવાનો પ્રશ્ન હોય ત્યારે સક્ષમ અધીકારીએ ડોકયુમેન્ટ અંગેની એન્ટ્રી રેવન્યુ રેકર્ડમાં પાડવી જોઈએ તેવા ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના અનેક વિધ ચુકાદાઓ રજુ કરેલા હતા.

બંન્ને પક્ષોની દલીલ બાદ કલેકટર દ્વારા જયવિરભાઈ અશોકભાઈ ભોજકના વાંધાઓ ફગાવી દઈ વેચાણ નોંધ નં.3923 પ્રમાણિત કરતો હુકમ ફરમાવેલ છે. આ કામમાં રામભાઈ જીવણભાઈ મેર તથા રમેશભાઈ મનજીભાઈ જાદવ વતી એડવોકેટ દેવદત બી. મહેતા, નીખીલડી. રૈયાણી, શૈલેષ મુંગલપરા રોકાયેલ હતા.

Exit mobile version