NTAની મોટી ભૂલ! નાગપુરના NEETના વિદ્યાર્થીને અપાયું અબુધાબીનું પરીક્ષા કેન્દ્ર

  NEETની પુનઃપરીક્ષા 21 જૂને દેશભરમાં યોજાવાની છે, જેમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરીએકવાર પરિક્ષા આપશે. આ દરમિયાન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ફરી એકવાર…

 

NEETની પુનઃપરીક્ષા 21 જૂને દેશભરમાં યોજાવાની છે, જેમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ફરીએકવાર પરિક્ષા આપશે. આ દરમિયાન નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ફરી એકવાર મોટી બેદરકારી સામે આવી છે. નાગપુરના રહેવાસી એક વિદ્યાર્થીને (NEET Re-Exam) માટે અબુ ધાબી (યુ.એ.ઇ.) ખાતે પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની બેદરકારીને કારણે નાગપુરના અબ્દુલ્લાહ નામના વિદ્યાર્થીને 21 જૂને યોજાનારી NEETની પરીક્ષા માટે અબુધાબી (UAE)માં પરીક્ષા કેન્દ્ર ફાળવી દેવામાં આવ્યું છે. તેણે આ અંગે જણાવતા કહ્યું છે કે, “મારી પાસે તો પાસપોર્ટ પણ નથી, તો હું ત્યાં પરીક્ષા આપવા કેવી રીતે જઈ શકું.”

પરીક્ષા પહેલા માત્ર એક દિવસ બાકી હોવાથી, વિદ્યાર્થી અને તેના માતાપિતા ખૂબ ચિંતિત છે. અગાઉ, વિદ્યાર્થીને નાગપુરમાં જ એક પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું. અબ્દુલ્લાએ તેની અરજીમાં નાગપુર, વર્ધા અને ભંડારાને તેની પસંદગીના કેન્દ્ર તરીકે સૂચિબદ્ધ કર્યા હતા.

નોંધનીય છે કે વિદ્યાર્થી પાસે પાસપોર્ટ પણ નથી. પાસપોર્ટ અને વિઝા ઔપચારિકતાઓ પૂર્ણ કરીને માત્ર 24 થી 48 કલાકમાં તેને પરીક્ષા માટે વિદેશ મોકલવું અશક્ય છે. વિદ્યાર્થીએ આ મુદ્દા અંગે હેલ્પલાઇનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ ભૂલ સ્વીકારતા, અધિકારીઓએ તેમને ખાતરી આપી હતી કે આજ સાંજ સુધીમાં સુધારેલું પ્રવેશપત્ર જારી કરવામાં આવશે. જોકે, નવી હોલ ટિકિટ ન મળે ત્યાં સુધી વિદ્યાર્થી અને તેનો પરિવાર માનસિક તણાવમાં રહેશે.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા અનીસ અહેમદે ફોન પર જણાવ્યું હતું કે આ મુદ્દો ઉઠાવ્યા પછી તેમણે NTA હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. મોડી રાત્રે સંપર્ક સ્થાપિત થયા પછી, વિદ્યાર્થીને જાણ કરવામાં આવી હતી કે તેને આજે સાંજે 4 વાગ્યા સુધીમાં નાગપુર કેન્દ્ર ફાળવવામાં આવશે અને નવું પ્રવેશપત્ર પણ જારી કરવામાં આવશે.