NSUI દ્વારા શાળા-કોલેજોમાં ડ્રગ્સ મુક્ત કેમ્પેઇન શરૂ

1000 જેટલા શૈક્ષણિક કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે આજથી સંવાદ યોજાશે ગુજરાતમાં ચાલતા ડ્રગ્સ, દારૂૂનો બેફામ વેપલાને રોકવા અને શાળા, કોલેજનાં કેમ્પસને ડ્રગ્સ મુક્ત કેમ્પસ બનાવવાના સંકલ્પ…

1000 જેટલા શૈક્ષણિક કેમ્પસમાં વિદ્યાર્થીઓ સાથે આજથી સંવાદ યોજાશે

ગુજરાતમાં ચાલતા ડ્રગ્સ, દારૂૂનો બેફામ વેપલાને રોકવા અને શાળા, કોલેજનાં કેમ્પસને ડ્રગ્સ મુક્ત કેમ્પસ બનાવવાના સંકલ્પ સાથે એન એસયુઆઈના કેમ્પેઈનની વિગત અંગે એનએસયુઆઈના પૂર્વ પ્રમુખ મહિપાલસિંહ ગઢવીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં બેરોકટોક ડ્રગ્સના કાળા કારોબાર અંગે લડત ચલાવશે. એનએસયુઆઈ પોતાની નૈતીક ફરજ સમજીને આ લડાઈ શરૂૂ કરી રહી છે. “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” ના નેજા હેઠળ આ અભિયાન અમે શરૂૂ કરવા જઈ રહ્યા છે ડ્રગ્સના અલગ અલગ પ્રકાર છે જે કોલેજ કેમ્પસમાં આસાનીથી મળે છે. સરકાર જનતાને આંકડાની માયાજાળમાં ફસાવવાનું કામ કરી રહી છે. નાના પેડલરોને પકડીને આત્મસંતોષ માની લેવાનું કામ સરકાર કરી રહી છે.બિનવારસી જથ્થો મળી આવે એવું કેવી રીતે હોય, આ જથ્થો કોનો હતો? તે સવાલ ગુજરાતનો યુવાન પૂછી રહ્યો છે. સરકાર ઉંડાણપૂર્વક તપાસ થાય તે જરૂૂર છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે આ રાજકારણનો વિષય નથી પણ આ મુદ્દાને નાથવા માટે અમે આગળ આવ્યા છીએ. નવા વર્ષે ગુજરાત એનએસયુઆઈનો સંકલ્પ “ડ્રગ્સ મુક્ત કેમ્પસ” થકી ગુજરાત અને કોલેજમાં ‘ડ્રગ્સ મુક્ત કેમ્પસ’ ચાલુ કરવામાં આવશે. તમામ કેમ્પસના યુવાનો “હું ડ્રગ્સ લઈશ નહીં કે લેવા દઈશ નહીં” તેવી પ્રતિજ્ઞા લેશે. વર્ષ 18 થી 25 વર્ષના યુવાનો ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે. ગુજરાતમાં 20 લાખ યુવાનો ડ્રગ્સ-દારૂૂનાં બંધાણી બન્યા છે જે ખુબ ચિંતાજનક છે.

ગુજરાતના યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા માટેનો અમારો પ્રયાસ છે. આવતીકાલે ઠાકોરભાઈ દેસાઈ હોલમાં 2 વાગ્યે ડ્રગ્સ વોરિયર આવશે. તા.5 થી 20 જાન્યુઆરી સુધીમાં 1000 કેમ્પસમાં અમારા વોરિયર ડ્રગ્સથી દૂર રાખવા માટે અવેરનેસ કેમ્પેઈન ચલાવશે. ગુજરાતના જુદા જુદા કેમ્પસમાં ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી છે અને તેમને પણ તૈયારી બતાવી. કેટલાક એવા પણ છે કે તેમણે આ કાર્યક્રમોના કરવાની વાત કહી છે તો એમની સામે સવાલ પણ છે અને આશ્ચર્ય પણ આ વ્યક્તિગત કે રાજકીય મુદ્દો નથી, જેમાં બધા યુવાનો જોડાય. વિદ્યાર્થીઓ સાથે જેણે ચર્ચા કરશે અને અમારો વીડિયો યુવાનો અને માતા પિતા સુધી પહોંચાડીશું.