Site icon Gujarat Mirror

હવે પરમાણુ યુદ્ધનો ખતરો, અમેરિકાના ડુમ્સડે વિમાનના આકાશમાં ભેદી આંટાફેરા

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ભીષણ યુદ્ધ અને ઈરાન સાથેની શાંતિ મંત્રણા નિષ્ફળ જતાં હવે દુનિયા પર પરમાણુ યુદ્ધનું જોખમ તોળાઈ રહ્યું હોય તેવા સંકેતો મળી રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ડૂમ્સડે પ્લેન તરીકે ઓળખાતું અત્યંત સુરક્ષિત વિમાન સોમવારે નેબ્રાસ્કાના આકાશમાં ચક્કર લગાવતું જોવા મળ્યું હતું. જેનાથી સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાયો છે.

બોઈંગ E-4B નાઈટવોચને જનરલ ભાષામાં ડૂમ્સડે પ્લેન કહેવામાં આવે છે. આ કોઈ સામાન્ય વિમાન નથી, પરંતુ હવામાં તરતું અમેરિકાનું કમાન્ડ સેન્ટર છે. આ વિમાન એવી રીતે બનાવવામાં આવ્યું છે કે તે પરમાણુ વિસ્ફોટ અને ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ (EMP) ને પણ સહન કરી શકે છે. કટોકટીના સમયે અમેરિકી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રી આ વિમાનમાંથી જ આખા દેશનું સંચાલન કરી શકે છે અને સૈન્યને આદેશ આપી શકે છે. આ વિમાન સતત ઘણા દિવસો સુધી હવામાં રહી શકે છે કારણ કે તેમાં હવામાં જ ઈંધણ ભરી શકાય તેવી સુવિધા છે.

સોમવાર, 6 એપ્રિલના રોજ ફ્લાઈટ ટ્રેકિંગ ડેટા મુજબ, આ વિમાન સવારે 10.17 વાગ્યે નેબ્રાસ્કાના ઓફટ એરફોર્સ બેઝ પરથી ઉડ્યું હતું. આ એરબેઝ અમેરિકાના પરમાણુ કમાન્ડ સેન્ટરનું મુખ્ય મથક છે. વિમાને આ વિસ્તારમાં ઓછામાં ઓછા 6 ચક્કર લગાવ્યા હતા. જોકે, સત્તાવાર રીતે તેને એક રૂૂટિન એક્સરસાઇઝ ગણાવવામાં આવી રહી છે, પરંતુ સમયને જોતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. ઓફટ એરબેઝની આસપાસ નાગરિક હવાઈ ટ્રાફિક ઓછો હોવાથી ત્યાં અવારનવાર આવી તાલીમ થતી હોય છે.

પરમાણુ કમાન્ડ સેન્ટર ઉપર ડૂમ્સડે પ્લેનનું ઉડવું એ ગંભીર સંકેત છે. જો વાટાઘાટો નિષ્ફળ જાય તો અમેરિકા સૈન્ય રીતે તૈયાર છે તેવો સંદેશ આપ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવથી વિશ્વ ત્રીજા વિશ્વયુદ્ધની નજીક જઈ રહ્યું હોય તેમ લાગે છે. હવે આખી દુનિયાની નજર મંગળવારની ડેડલાઇન પર છે. શું ઈરાન નમતું જોખશે કે પછી આ ડૂમ્સડે પ્લેન ખરેખર યુદ્ધના મેદાનમાં ઉતરશે? તે જોવું રહ્યું.

Exit mobile version