હવે જો ઇરાનમાં શાંતિ સ્થપાશે નહીં તો એનું નામોનિશાન મિટાવી દઇશું

ઇરાનમાં હજુ પણ નાગરિકોના શાસન વિરૂધ્ધ પ્રદર્શનો ચાલુ હોવાથી અને ક્રાંતિકારીઓને ફાંસીની સજા ખૌમેનીએ રદ કર્યા પછી પણ ઇરાનિયન પ્રજા હજુ શાંત થઇ નથી. આ…

ઇરાનમાં હજુ પણ નાગરિકોના શાસન વિરૂધ્ધ પ્રદર્શનો ચાલુ હોવાથી અને ક્રાંતિકારીઓને ફાંસીની સજા ખૌમેનીએ રદ કર્યા પછી પણ ઇરાનિયન પ્રજા હજુ શાંત થઇ નથી. આ સંદર્ભે એક ઇન્ટરવ્યુમાં આજે વહેલીસ વારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે જો ઇરાનમાં આંતરિક અશાંતિ ચાલુ રહેશે તો આખો દેશ ઉડાવી દેવામાં આવશે. એટલે કે અમેરિકી ફાઇટર વિમાનો શાસકપક્ષને દુર કરવા ઇરાન પર તુટી પડશે.

ઇરાને પોતે યુધ્ધ માટે તૈયાર હોવાની અને ઓલ આઉટ વોરની જે ધમકીઓ ઉચ્ચારી છે તે અંગે ટ્રમ્પે પ્રત્યાઘાત આપતા કહ્યું કે મેં સૈન્યને એડવાન્સમાન સુચનાઓ આપી દીધી છે. અને જો કંઇ પણ (અથડામણ) થાય તો દુનિયામાંથી ઇરાનનું નામ ભુંસી નાખીશું.

દરમિયાનમાં ઇરાનમાં શેરીયુધ્ધમાં ઉતરી પડેલા નાગરિકો અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચેની અથડામણો ટાળવા ઇરાન પ્રશસાને ગોળીબારી અટકાવીને ટિયર ગેસ તથા વોટર કેનનનો ઉપયોગ વધારી દીધો છે.