Site icon Gujarat Mirror

અનુસૂચિત જાતિ-જનજાતિના લોકોનું દરેક અપમાન અત્યાચાર ન ગણાય

કલકત્તા હાઈકોર્ટે SC/ST એક્ટ (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ) ના ઉપયોગને લઈને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે SC/ST સમુદાયના સભ્ય સાથેના દરેક પ્રકારના અપમાન અથવા વિવાદને ’અત્યાચાર’ ગણી શકાય નહીં.

આ કેસ સંસ્કૃત કોલેજ એન્ડ યુનિવર્સિટીના વિભાગીય વડા (HoD) સામે નોંધાયેલી ફરિયાદનો છે. ફરિયાદ કરનાર આસિસ્ટન્ટ પ્રોફેસર અનુસૂચિત જાતિના હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે હોદ્દા પર રહેલી વ્યક્તિ તેમની સાથે ઈર્ષ્યા રાખે છે, તેમને મહત્ત્વના નિર્ણયોમાં સામેલ કરતી નથી, ક્લાસ લેતા અટકાવે છે અને ઓનલાઈન મીટિંગમાં પણ તેમનું અપમાન કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે આ બધું તેમની જાતિના કારણે કરવામાં આવ્યું છે.

જસ્ટિસ ચૈતાલી ચેટર્જી દાસે કેસની ડાયરી અને આરોપોની તપાસ કર્યા બાદ નોંધ્યું કે આ મામલો મુખ્યત્વે વિભાગીય અને વહીવટી ફરિયાદો સાથે સંબંધિત છે. કોર્ટે નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂક્યો કોઈપણ ઘટનામાં સાર્વજનિક સ્થળ પર જાતિ આધારિત ગાળો કે અપમાનનો પુરાવો મળ્યો નથી. એવું કોઈ વિશેષ પ્રમાણ નથી કે આરોપીએ ફરિયાદ કરનારને માત્ર તેની ’જાતિના આધારે’ જાણીજોઈને નિશાન બનાવ્યા હોય.
કોર્ટે કહ્યું કે આવા વ્યવસાયિક મતભેદોમાં આ ગંભીર એક્ટ હેઠળ કાર્યવાહી ચાલુ રાખવી એ કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાશે.

Exit mobile version