Site icon Gujarat Mirror

નંદનવન સોસાયટીમાં કચરામાં ફેંકી દેવાયેલી નવજાત મૃત બાળકી મળી

શહેરના 150 ફૂટ રીંગરોડ પર નાણાવટી ચોક પાસે આવેલી નંદનવન સોસાયટીમાં કચરાના ઢગલામાંથી બે વર્ષની નવજાત બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ કપડામાં વેટાયેલો બે વર્ષની બાળકીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

જાણવા મળતી વિગત મુજબ નાણાવટી ચોક પાસે નંદનવન સોસાયટીમાં નાઇટ એવન્યુ બિલ્ડિંગની સામે જાળીમાં કચરાના ઢગલામાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કીરીટ રામાવત સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. કચરાના ઢગલામાં કપડામાં વિટાયેલો મૃતદેહ બહાર કાઢી પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. તબીબો દ્વારા આ નવજાત બાળકી બે દિવસની હોવાનુ જણાવ્યુ હતુ પોલીસે નવજાત મૃત બાળકીને કોણ ફેંકી ગયુ તે અંગે આસપાસના સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Exit mobile version