ક્રાઇમ
કર્ણાટકની હોસ્પિટલમાં નવજાત શીશુને ટોઇલેટમાં ફ્લશ કરી નાખ્યું
કર્ણાટકના રામનગર જિલ્લાના હારોહલ્લીમાં એક ભયાનક ઘટના સામે આવી છે. હોસ્પિટલના શૌચાલયમાંથી એક નવજાત બાળકને ફ્લશ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ટોયલેટમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
જ્યારે શૌચાલયમાં કોઈ અડચણ હોવાનું સામે આવ્યું ત્યારે સફાઈ કર્મચારી અને પ્લમ્બરને તેને ઠીક કરવા માટે કહેવામાં આવ્યું. જ્યારે તે પાઈપલાઇન ઠીક કરી રહ્યો હતો ત્યારે તેણે પહેલા વિચાર્યું કે કોઈ કપડું ફસાઈ ગયું છે, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે નવજાતનું શરીર ફસાઈ ગયું છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાં હાજર સફાઈ કામદારો, પ્લમ્બર અને અન્ય લોકો નવજાત બાળકની લાશ જોઈને ચોંકી ગયા હતા. શૌચાલયમાં અવરોધ પેદા કરતા પદાર્થોને દૂર કરવા માટે વપરાતા સાધનોની મદદથી લાશને બહાર કાઢવામાં આવી હતી. મૃતદેહ સંપૂર્ણપણે ફૂલી ગયો હતો, જેના કારણે જમીન સુધી પાણી વહેવા લાગ્યું હતું.
પોલીસને શંકા છે કે આરોપીઓએ બાળકનો જન્મ છુપાવવાનો પ્રયાસ કર્યો હશે. આ ઘટનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂૂ કરી છે અને પૂછપરછ શરૂૂ કરી છે. પોલીસ આરોપીઓની ગતિવિધિઓ અંગેના સંકેતો માટે હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે.