Site icon Gujarat Mirror

ભારતમાં ન્યૂઝીલેન્ડનું દૂધ આવશે: અમૂલ સહિતની ડેરીઓને સીધી ટક્કર

 

ભારતમાં ડેરી ક્ષેત્રને લઈને મોટો નિર્ણય આવી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 10 વર્ષ પછી ફરી મુક્ત વેપાર કરાર (FTA) પર વાતચીત શરૂૂ થઈ છે, જેના કારણે એવી અટકળો વધી રહી છે કે આનાથી વિદેશી દૂધ અને ડેરી ઉત્પાદનો ભારતમાં પ્રવેશવાનો માર્ગ ખુલી શકે છે. આ ઉપરાંત, અમેરિકા ભારત પર ડેરી ક્ષેત્ર ખોલવા માટે દબાણ પણ કરી રહ્યું છે.

10 વર્ષ પહેલાં જ્યારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે FTAમાટે વાટાઘાટો થઈ હતી, ત્યારે ભારતે ડેરી ક્ષેત્રને વિદેશી કંપનીઓ માટે ખોલવાનો ઇનકાર કરી દીધો હતો. ન્યુઝીલેન્ડ ઇચ્છતું હતું કે તેની ડેરી કંપનીઓને તેમના ઉત્પાદનો ભારતમાં વેચવાની મંજૂરી આપે. પરંતુ હવે ભારત આ વિષય પર નવી વિચારસરણી સાથે વાટાઘાટો કરી રહ્યું છે, જે દર્શાવે છે કે સરકાર આ ક્ષેત્રમાં સુગમતા બતાવવા માટે તૈયાર હોઈ શકે છે.ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે, જ્યાં 8 કરોડથી વધુ ખેડૂતો ડેરી વ્યવસાય સાથે સંકળાયેલા છે. વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં ભારતનો ફાળો 23 ટકા છે. જો ભારત વિદેશી ડેરી કંપનીઓ માટે પોતાનું બજાર ખોલે છે, તો ભારતીય ખેડૂતો અને સ્થાનિક ડેરી કંપનીઓ માટે કઠિન સ્પર્ધા થઈ શકે છે.

બજાર નિષ્ણાતો માને છે કે જો વિદેશી કંપનીઓ ભારતમાં ડેરી ઉત્પાદનો લાવે છે, તો તેનો ભારતીય ગ્રાહકોને ફાયદો થશે કારણ કે કિંમતો ઘટી શકે છે.

Exit mobile version