Sports

મહિલા T-20 વર્લ્ડકપમાં સાઉથ આફ્રિકાને 32 રને હરાવીને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ ચેમ્પિયન

Published

on

મહિલા T20 વર્લ્ડ કપની નવી ચેમ્પિયન જાહેર થઈ ગઈ છે. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી મહિલા T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમે દક્ષિણ આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમને 32 રને હરાવ્યું હતું.ન્યૂઝીલેન્ડની ટીમ મહિલા ટી20 વર્લ્ડ કપ 2009 અને 2010ની ફાઇનલમાં પહોંચી હતી.
2009માં ટીમ ઈંગ્લેન્ડ સામે અને 2010માં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ મહિલા T20 વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી હતી. જોકે, ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટ ટીમે પ્રોટિયાઝ ટીમનું ટાઈટલ જીતવાનું સપનું ચકનાચૂર કરી નાખ્યું હતું. ત્યારે હવે દક્ષિણ આફ્રિકાને સતત બીજી વખત ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.


ફાઈનલ મેચની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા. અમેલિયા કેરે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 126 રન જ બનાવી શકી હતી.


પ્રથમ બેટિંગ કરવા આવેલી ન્યુઝીલેન્ડની શરૂૂઆત ખાસ રહી ન હતી. ટીમને પહેલો ઝટકો 16ના સ્કોર પર લાગ્યો હતો. જ્યોર્જિયા પ્લિમરે 9 રન બનાવ્યા હતા. 53ના સ્કોર પર સુઝી બેટ્સ બોલ્ડ થઈ હતી. સુજીએ 31 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી. કેપ્ટન સોફી ડિવાઈન 11મી ઓવરમાં કઇઠ આઉટ થઈ ગઈ હતી. તેણે 10 બોલમાં 6 રન બનાવ્યા હતા. બ્રુક હોલીડે 38 રન અને એમેલિયા કેરે 38 બોલમાં 43 રન બનાવ્યા હતા.
159 રનના વિશાળ સ્કોરનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાને સારી શરૂૂઆત મળી હતી. ઓપનિંગ બેટ્સમેન લૌરા વોલ્વાર્ડ અને તાજમીન બ્રિટ્સે પ્રથમ વિકેટ માટે 51 રન જોડ્યા હતા. બ્રિટ્સ 7મી ઓવરમાં આઉટ થઈ હતી. તેણે 18 બોલમાં 17 રન બનાવ્યા હતા. કેપ્ટન લૌરા 10મી ઓવરમાં કેચ આઉટ થઈ હતી. તેણે 27 બોલમાં 33 રન બનાવ્યા હતા. આ પછી એક પછી એક વિકટ પડતી જોવા મળી હતી. એનેક બોશે 9, મેરિજેન કપ્પે 8, નાદીન ડી ક્લાર્કે 6, સુને લુસે 8, અનેરી ડર્કસેને 10 અને સિનાલો જાફ્ટાએ 6 રન બનાવ્યા હતા. એમેલિયા કેર અને રોઝમેરી મેરે 3-3 વિકેટ લીધી હતી. ઇડન કાર્સન, ફ્રેન જોનાસ અને બ્રુક હોલીડેને 1-1 સફળતા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version