ક્રિકેટ જગતની નવી આશા, વૈભવના નાના ભાઇએ 20 ચોગ્ગા સાથે સદી ફટકારી

ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી યુવા પ્રતિભા તરીકે ચર્ચામાં રહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી બાદ હવે તેમના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશી પણ પોતાના પ્રદર્શનથી ચર્ચાનું…

ભારતીય ક્રિકેટમાં છેલ્લા કેટલાક સમયથી યુવા પ્રતિભા તરીકે ચર્ચામાં રહેલા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી બાદ હવે તેમના નાના ભાઈ આશીર્વાદ સૂર્યવંશી પણ પોતાના પ્રદર્શનથી ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. ક્રિકેટપ્રેમીઓનું ધ્યાન આકર્ષિત કરનારા વૈભવના પરિવારમાંથી વધુ એક પ્રતિભાશાળી ખેલાડી સામે આવતાં સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા તેજ બની છે. તાજેતરમાં સમસ્તીપુરમાં યોજાયેલી એક સ્થાનિક પ્રેક્ટિસ મેચ દરમિયાન આશીર્વાદ સૂર્યવંશીએ શાનદાર બેટિંગ કરતાં પોતાની કારકિર્દીની પ્રથમ સદી નોંધાવી હતી.

યુવા બેટ્સમેને માત્ર આક્રમક રમત જ નહીં પરંતુ મેચની પરિસ્થિતિને અનુરૂૂપ ધીરજ અને પરિપક્વતા પણ દર્શાવી હતી, જે તેની ઇનિંગની સૌથી મોટી ખાસિયત રહી હતી. મેચ દરમિયાન આશીર્વાદે 87 બોલનો સામનો કરીને 103 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેની બેટિંગમાં આક્રમકતા અને સંયમનું સુંદર સંતુલન જોવા મળ્યું હતું. આ ઇનિંગ દરમિયાન તેણે 20 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી રનગતિ જાળવી રાખી હતી. ખાસ વાત એ રહી કે આશીર્વાદે શરૂૂઆતથી જ મોટા શોટ રમવાની ઉતાવળ બતાવ્યા વિના વિકેટ પર સમય પસાર કર્યો અને પછી યોગ્ય બોલને બાઉન્ડરી સુધી પહોંચાડ્યા. તેની આ ઇનિંગના કારણે ટીમનો સ્કોર 29.5 ઓવરમાં 234 રન સુધી પહોંચી ગયો હતો.