Site icon Gujarat Mirror

ગોંડલમાં ગૌસેવક ઉપક ધોકાવાળી કરનાર નેપાળી શખ્સનું સારવાર દરમિયાન મોત

મૃતકની ઓળખ માટે ગોંડલ તાલુકા પોલીસનો સંપર્ક કરવા અપીલ

ગોંડલમાં ગૌસેવકો પર હુમલો કરનાર નેપાળી શખ્સનું મોત થતાા પોલીસે માનસિક બીમાર આરોપીની ઓળખ માટે તપાસ શરૂ કરી છે મૃતદેહનું રાજકોટ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરી તેને રાખવામા આવ્યો છે. ગત 6 જુલાઈએ ગોંડલના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં બે ગૌસેવકો પર લોખંડના પાઇપ નેપાળી શખ્સે હુમલો કર્યો હતો.
ઘટના સમયે ચિરાગભાઈ પાઘડાળ અને રવિભાઈ સોજીત્રા લમ્પીગ્રસ્ત ગાયોને દવાયુક્ત રોટલી ખવડાવી રહ્યા હતા. નેપાળી શખ્સે રવિભાઈના માથામાં અને ચિરાગભાઈના વાંસામાં લોખંડનો પાઇપ ફટકાર્યો હતો. સ્થાનિક લોકોએ હુમલાખોરને રેલવે સ્ટેશન પાસેથી પકડી પોલીસને સોંપ્યો હતો.

ટોળાએ નેપાળી શખ્સની ધોલાઇ કરી હતી.માનસિક બીમારીથી પીડિત આરોપીને પ્રથમ ગોંડલ અને પછી રાજકોટની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. 9 ઓગસ્ટે રાત્રે 11 વાગ્યે તેનું મૃત્યુ થયું. આશરે 30 વર્ષીય આ શખ્સની ઓળખ થઈ શકી નથી. પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ શરૂ કરી છે. મૃતકનો પાતળો બાંધો છે, માથે અને દાઢીમાં કાળા વાળ છે. તે આછો ગુલાબી ટી-શર્ટ અને બ્લુ પેન્ટ પહેરેલા છે. તેની ઊંચાઈ આશરે 4 ફૂટ છે. જમણા હાથના બાવળા પર ડ્રેગનનું ટેટૂ અને જમણા પગના અંગૂઠા પર જૂનું ઘા નું નિશાન છે.મૃતકને ઓળખનાર અથવા તેના પરિવાર વિશે માહિતી ધરાવનારે ગોંડલ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ રવિભાઈ ચાવડા (મો. 63510 04731) નો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

Exit mobile version