ચોટીલાનાં જીવાપર ગામે રહેતા વિપુલભાઇ ધનજીભાઇ સાકરીયાને તેમનાં પાડોશીએ માર મારતા રાજકોટ શહેરની સિવીલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે સિવીલ હોસ્પીટલનાં સ્ટાફે ચોટીલામા આવેલા નાની મોલડી પોલીસ સ્ટેશનમા બનાવ અંગેની જાણ કરતા પોલીસે રાજકોટ પહોંચી વિપુલભાઇનુ નીવેદન લેવા તજવીજ શરુ કરી છે.
વિપુલભાઇએ જણાવ્યુ હતુ કે તેમનો 10 વર્ષનો પુત્ર પાડોશીમા રહેતા બાળક સાથે રમતો હતો ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી જેનાં પગલે આરોપી ગાળો બોલતો હોય અને તેમને ગાળો બોલવાની ના પાડતા તેમણે હુમલો કર્યો હતો . વિપુલભાઇ રાજકોટનાં બેડી યાર્ડમા મજુરી કામ કરી પરીવારનુ ગુજરાન ચલાવે છે. આ અંગે નાની મોલડી પોલીસ સ્ટેશનનાં સ્ટાફે ફરીયાદ નોંધી તજવીજ શરુ કરી છે.

