Site icon Gujarat Mirror

ન્યુટ્રિશન, ઓપ્ટોમેટ્રી અને સાયકોલોજી કોર્સમાં નીટ નહીં લેવાય, કમિશન દ્વારા લાયકાતો જાહેર

 

ભારત સરકાર દ્વારા પેરામેડિકલના અને અલાઈડ હેલ્થકેરના વિવિધ 57 જેટલા કોર્સીસ માટે અલાયદા કમિશન(નેશનલ કમિશન ફોર અલાઈડ હેલ્થ કેર પ્રોફેશનલ્સ)ની રચના કરવામાં આવી છે, ત્યારે જુદી જુદી 10 કેટેગરીમાં સમાવાયેલા કોર્સીસમાંથી 16 જેટલા કોર્સીસ માટેની પ્રવેશ લાયકાતો-નિયમો કમિશન દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. જે મુજબ ધો.12 ન્યુટ્રિશન, ઓપ્ટોમેટ્રી અને સાયકોલોજી કોર્સમાં પ્રવેશ માટે નીટ નહીં લેવાય. માત્ર ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી એમ બે કોર્સ માટે જ નીટ લેવાશે એટલે આ કોર્સમાં નીટના આધારે પ્રવેશ અપાશે. આમ હવે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી ઉપરાંત ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સહિત કુલ છ કોર્સ માટે નીટ લેવાશે. જો કે આમ તો એનટીએ દ્વારા નર્સિંગ માટે પણ નીટ લેવાય છે પરંતુ ગુજરાતમાં નીટના આધારે નર્સિંગમાં પ્રવેશ થતા નથી.

નેશનલ અલાઈડ હેલ્થકેર કમિશન, દ્વારા હાલ દસ કેટેગરીમાં વિવિધ યુજી, પીજી, ડિપ્લોમા અને પીએચડી સુધીના કોર્સીસમાં પ્રવેશ માટેની લાયકાતો-નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મેડિકલ લેબોરેટરી એન્ડ લાઈફ સાયન્સ કેટેગરીમાં મેડિકલ લેબોરેટરી સાયન્સ, ટ્રોમા બર્ન કેર એન્ડ સર્જિકલ-એનેસ્થેસિયા કેટેગરીમાં ટ્રોમા એન્ડ બર્ન્સ, એનેસ્થેસિયા એન્ડ ઓપેરશન થીએટર ટેકનોલોજી, ફીઝિયોથેરાપી કેટેગરીમાં ફીઝિયોથેરાપી(યુજી-પીજી-પીએચડી), ન્યુટ્રિશન સાયન્સ કેટેગરીમાં ન્યુટ્રિશન એન્ડ ડીએટિક્સ, ઓપ્થેલમિક સાયન્સ કેટેગરીમાં ઓપ્ટોમેટ્રિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપી કેટેગરીમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, કમ્યુનિટી બીહેવિયરલ હેલ્થ કેટેગરીમાં સાયકોલોજિસ્ટ, બીહેવિયરલ એનાલિસ્ટ, મેડિકલ સોશિયલ વર્ક, સાયકિયાટિ સોશિયલ વર્ક કોર્સ માટે પ્રવેશ લાયકાત જાહેર કરાઈ છે.

આ ઉપરાંત મેડિકલ રેડિયોલોજી કેટેગરીમાં રેડિયો એન્ડ ઈમેજિંગ ટેકનોલજીસ્ટિ, રેડિયોથેરાપી, મેડિકલ ટેકનોલોજિસ્ટ એન્ડ ફીઝિશિયન એસો.કેટેગરીમાં ફીઝિશિયન એસો. તથા ડાયાલિસિસ થેરાપી ટેકનોલોજિસ્ટ અને રેસ્પીરેટરી ટેકનોલોજિસ્ટ, હેલ્થ ઈન્ફો.મેનેજમેન્ટ કેટેગરીમાં હેલ્થ ઈન્ફો મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશની લાયકાતો જાહેર કરાઈ છે. કમિશને યુજીસીને પત્ર લખીને વિવિધ ડિગ્રી-ડિપ્લોમા-પીજી-પીએચડી કોર્સ માટે નવી લાયકાતો-નિયમો અંગે જાણ પણ કરી છે.

 

Exit mobile version