Site icon Gujarat Mirror

નાના વડાળા ગામ ખેડૂતનું હૃદયરોગના હુમલાથી મોત


જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના વડાળા ગામના ખેડૂતને એકાએક હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્યુ થયું છે.આ બનાવની વિગત એવી છે કે કાલાવડ તાલુકાના નાના વડાળા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા મનીષભાઈ શીવાભાઈ મારકણા નામના 48 વર્ષના ખેડૂતને ગઈકાલે પોતાની વાડીએ એકાએક હાર્ટ એટેક આવી ગયો હતો, તેથી તેઓને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા, જ્યાં તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કરાયું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર ભવ્ય મનીષભાઈ મારકણાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એએસઆઈ આર વી ગોહિલે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version