હોર્મુઝને મારો ગોલી, ઓમાનથી સીધો ગુજરાત પહોંચશે ગેસ

રૂા.40 હજાર કરોડના ખર્ચે બે હજાર કિ.મી.લાંબી અન્ડર-સી પાઇપ લાઇન નાખવાની યોજનાનો ટેક્નિકલ અને નાણાકીય અભ્યાસ પૂર્ણ “અરબ સાગરમાં 3000 મીટરની ઉંડાઇએ નખાશે પાઇપ લાઇન”…

રૂા.40 હજાર કરોડના ખર્ચે બે હજાર કિ.મી.લાંબી અન્ડર-સી પાઇપ લાઇન નાખવાની યોજનાનો ટેક્નિકલ અને નાણાકીય અભ્યાસ પૂર્ણ

“અરબ સાગરમાં 3000 મીટરની ઉંડાઇએ નખાશે પાઇપ લાઇન”

મિડલ ઈસ્ટમાં વધતા ભૌગોલિક અને રાજકીય તણાવ વચ્ચે ભારત પોતાની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ તરફ આગળ વધી રહ્યું છે.

ઓમાન અને ગુજરાતને સીધા જોડતી અંદાજે 2,000 કિલોમીટર લાંબી ડીપ-સી ગેસ પાઈપલાઈન (Oman Gujarat Gas Pipeline) e યોજના ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ પ્રોજેક્ટ સાકાર બનશે તો ભારતને કુદરતી ગેસનો અવિરત પુરવઠો મળી શકશે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પરની નિર્ભરતા પણ નોંધપાત્ર રીતે ઘટશે.
વર્ષોથી ચર્ચામાં રહેલી આ યોજના અગાઉ ઊંચા ખર્ચ, ટેક્નિકલ પડકારો અને વ્યાવસાયિક અવરોધોના કારણે આગળ વધી શકી નહોતી.

જોકે હવે ટેક્નિકલ અને નાણાકીય અભ્યાસ પૂર્ણ થતાં પ્રોજેક્ટને નવી ગતિ મળી હોવાનું જાણવા મળે છે.
પ્રાથમિક અંદાજ મુજબ આ પ્રોજેક્ટ પાછળ આશરે ₹40,000 કરોડનો ખર્ચ થઈ શકે છે. ઓમાન-ગુજરાત પાઈપલાઈન અરબ સાગરના સમુદ્ર તળિયેથી પસાર થશે અને તે વિશ્વની સૌથી ઊંડી સમુદ્રી ગેસ પાઈપલાઈન યોજનાઓમાંની એક બની શકે છે.

ભારત પોતાની ઊર્જા જરૂૂરિયાત માટે મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ અનેLNGનો મોટો હિસ્સો ખાડી દેશોમાંથી આવે છે. હાલ આ સપ્લાય મોટાભાગે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગે ભારત પહોંચે છે. જો આ માર્ગમાં કોઈ વિક્ષેપ આવે તો ઇંધણના ભાવ અને સપ્લાય ચેઈન પર સીધી અસર થાય છે. નવી પાઈપલાઈન કાર્યરત બન્યા બાદ ઓમાનથી ગુજરાત સુધી સીધો ગેસ પુરવઠો શક્ય બનશે, જેના કારણે ઊર્જા સુરક્ષામાં વધારો થશે.

પ્રસ્તાવિત રૂૂટનો કેટલાક ભાગ સમુદ્ર તળથી 3,000 મીટરથી વધુ ઊંડાઈમાં પસાર થવાનો અંદાજ છે. આ કારણે આ પ્રોજેક્ટ માટે અત્યાધુનિક એન્જિનિયરિંગ અને વિશેષ ટેક્નોલોજીની જરૂર પડશે. પ્રોજેક્ટના પ્રારંભિક અંદાજ મુજબ ગેસ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ 2 થી 2.25 ડોલર પ્રતિ MMBTUની આસપાસ રહી શકે છે. જોકે અંતિમ ખર્ચ બાંધકામ, ફંડિંગ અને વૈશ્વિક ગેસ બજારની સ્થિતિ પર આધારિત રહેશે.

આ પાઈપલાઈન માત્ર એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નહીં પરંતુ ભારતની ઊર્જા સુરક્ષા માટેનો વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહી છે. આ યોજના સફળ બને તો ભારતને લાંબા ગાળે સ્થિર ગેસ પુરવઠો મળશે અને વૈશ્વિક તણાવની સ્થિતિમાં પણ ઊર્જા સપ્લાય પર ઓછો પ્રભાવ પડશે.