ભોજશાળા વિવાદમાં મુસ્લિમ પક્ષને ઝટકો, હાઇકોર્ટના આદેશ સામે સ્ટે આપવા સુપ્રીમ કોર્ટનો ઇનકાર

મધ્યપ્રદેશમાં ભોજશાળા વિવાદ અંગે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. જો…

મધ્યપ્રદેશમાં ભોજશાળા વિવાદ અંગે મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. જો કે કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકારતી અરજી અંગે વચગાળાનો નિર્દેશ જારી કર્યો, જેમાં મધ્યપ્રદેશના ધારમાં ભોજશાળા મંદિર સંકુલને પ્રાચીન વાગદેવી (દેવી સરસ્વતી) મંદિર જાહેર કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, અજઈં (ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ), હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ અને આ મામલામાં સામેલ અન્ય હિન્દુ પક્ષોને નોટિસ જારી કરી.

સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે શુક્રવારે બપોરે 1:00 થી 3:00 વાગ્યા સુધી નમાજ (પ્રાર્થના) અદા કરવા માટે એક અલગ જગ્યા ઓળખવાનો નિર્દેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉભી કરી શકે અથવા સાંપ્રદાયિક તણાવ ઉશ્કેરી શકે તેવા કોઈપણ આદેશને ટાળવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો હતો. સુપ્રીમ કોર્ટે મંગળવારે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોને કહ્યું કે “બંને પક્ષોએ ધીરજ રાખવી જોઈએ,” ઉમેર્યું કે કોર્ટ ભોજશાળા વિવાદ ઉકેલવા માટે દૈનિક સુનાવણી કરવા માટે તૈયાર છે.મધ્યપ્રદેશ હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ધારમાં ભોજશાળા સંકુલને હિન્દુ મંદિર તરીકે માન્યતા આપવી જોઈએ અને હિન્દુ સમુદાયને વિશેષ પૂજા અધિકારો આપવા જોઈએ. આ પછી, મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં નિર્ણયને પડકાર્યો હતો.