રાષ્ટ્રીય

મુસ્લિમ પુરુષોને એકથી વધુ લગ્ન રજિસ્ટર કરવાની છૂટ: બોમ્બે હાઇકોર્ટ

Published

on

પર્સનલ લો હેઠળ તેને ચાર પત્ની કરવાની છૂટ

મુસ્લિમ પુરુષોના એકથી વધુ લગ્નની નોંધણી અંગે હાઈકોર્ટે મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. બોમ્બે હાઈ કોર્ટે ત્રીજી પત્ની સાથેના લગ્ન રજિસ્ટર કરવા ઈચ્છતા શખસના કેસમાં કહ્યું છે કે, મુસ્લિમ શખસ એકથી વધુ લગ્ન રજિસ્ટર કરાવી શકે છે કેમ કે તેમના પર્સનલ લોમાં એકથી વધુ લગ્નને પરવાનગી છે.


અલ્ગેરિયાની મહિલા સાથેના ત્રીજા લગ્નની નોંધણી કરાવવા મુસ્લિમ શખસે ફેબ્રુઆરીમાં કરેલી અરજી પર નિર્ણય લેવા થાણે મહાપાલિકાના ડેપ્યુટી મેરેજ રજિસ્ટ્રેશન ઓફિસને 15 ઓક્ટોબરે નિર્દેશ આપવામાં આવ્યો છે. દંપતીએ અરજીમાં મેરેજ સર્ટિફિકેટ જારી કરવાનો નિર્દેશ માગ્યો હતો અને દાવો કર્યો હતો કે તેમની અરજી ત્રીજા લગ્ન હોવાથી ફગાવાઈ છે. મહારાષ્ટ્ર, રેગ્યુલેશન ઓફ મેરેજ બ્યુરો અને રજિશન ઓફ મેરેજ એક્ટ હેઠળ લગ્નની વ્યાખ્યા એક જ લગ્ન તરીકેની હોવાથી રજિસ્ટ્રેશન નકારાયું હતું.


કોર્ટે જોકે ગેરસમજણ હોવાનું જણાવીને સ્પષ્ટ કર્યું હતું કે કાયદાની આખી યોજનામાં મુસ્લિમ શખસને ત્રીજા લગ્નની નોંધણીથી બાદ કરવાનું ક્યાંય નથી જણાવાયું. પર્સનલ લો હેઠળ તેમને ચાર પત્ની કરવાની છૂટ છે. આજ ઓથોરિટીએ બીજી પત્ની સાથેના લગ્નની નોંધણી કરી હોવાની પણ કોર્ટે નોંધ કરી હતી. કોર્ટે અરજદારોને તમામ દસ્તાવેજો બે સપ્તાહમાં રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ત્યાર બાદ થાણેની સંબંધીત ઓથોરિટીએ સુનાવણી કરીને રજિસ્ટ્રેશન કરવા અથવા નહીં કરવાનું કારણ દસ દિવસમાં આપવાનું રહેશે.


કોર્ટે દંપતીને તમામ જરૂૂરી દસ્તાવેજો બે અઠવાડિયામાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. દસ્તાવેજો મળ્યા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 10 દિવસમાં લગ્નનું પ્રમાણપત્ર આપવા અથવા વ્યક્તિગત સુનાવણી પછી તેનો અસ્વિકાર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાં સુધી મહિલા વિરુદ્ધ કોઈપણ કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં, જેનો પાસપોર્ટ મે મહિનામાં સમાપ્ત થઈ ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version