કચ્છ
લખપત તાલુકા ભાજપ પ્રમુખ પર ખૂની હુમલો
પૂજારી માટે રૂમ બનાવવા મામલે માથાકૂટ થઇ હતી, માથામાં ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા
લખપત તાલુકા ભાજપના પ્રમુખ અને અગ્રણી એવા વેસલજી મોડજી તુંવર ઉપર આશાપરમાં ઘાતક હુમલો થતાં ચકચાર પ્રસરી છે. ઘાયલને સારવાર અર્થે ખસેડાયા છે અને આરોપીને પોલીસે રાઉન્ડઅપ કરી લીધો છે. લખપત તાલુકા ભાજપ પ્રમુખ, કે.ડી.સી.સી. બેંકના ડાયરેક્ટર તેમજ ક્ષત્રિય અગ્રણી એવા વેસલજી મોડજી તુંવર ઉપર આશાપર ગામે યુવાન દ્વારા માથાના ભાગે ઘાતક હુમલો થતાં તેમને રક્તરંજિત હાલતમાં પ્રથમ દયાપર સી.એચ.સી., ત્યારબાદ વધુ સારવાર માટે ભુજ રિફર કરાયા હતા.
આ ચકચારી બનાવની પ્રાપ્ત વિગતો મુજબ બુધવારની બપોરે આશાપર શિવમંદિરે દાતા વેસલજી તુંવર તરફથી મંદિરની બાજુમાં પૂજારી માટે રૂૂમ બનાવવા બાંધકામનું કામ શરૂૂ કરાયું હતું. આશાપર ગામના અગ્રણીઓ દ્વારા બતાવેલી જમીન ઉપર કામ શરૂૂ કરતાં ત્યાં બલવંતસિંહ ભેરજી સોઢાએ સ્થળ ઉપર કામ કરતા કામદારો સાથે ગાળાગાળી કરી કામ બંધ કરાવ્યું હતું. આ વાતના સમાચાર મળતાં વેલસજી સ્થળ ઉપર પહોંચ્યા ત્યારે તેમના ઉપર હુમલો થતાં તેમને ગંભીર ઇજાઓ થઇ હતી.
આ બનાવના સમાચાર ફેલાતાં ભાડરા,આશાપર,માતાના મઢ, દયાપર સહિતના અગ્રણીઓ દયાપર હોસ્પિટલે દોડી આવ્યા હતા. દયાપરથી 108 દ્વારા ભુજ ખસેડતી વખતે તે એમ્બ્યુલન્સની સ્પીડ 50થી ઉપર ન હોતાં માતાના મઢથી ખાનગી વાહન દ્વારા ભુજ ખાતે વેસલજી દાદાને લઇ જવાયા હતા તેવું બળુભા તુંવરે જણાવ્યું હતું. બીજીબાજુ હુમલો કરનાર શખ્સને દયાપર પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરી લીધાનું પી.એસ.આઇ. કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું.