ગુજરાત
જૂનાગઢમાં મહાપાલિકા અને ટ્રાફિક પોલીસની ડ્રાઇવ
દિવસેને દિવસે જૂનાગઢમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની રહી છે. ત્યારે આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી.
મહાનગરપાલિકા દબાણ હટાવ શાખા અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવ ઝુંબેશ શરૂૂ કરવામાં આવી છે. જૂનાગઢ શહેરના મુખ્ય રોડ ગણાતા ચિતાખાના ચોકથી કાળવા ચોક સુધી રસ્તામાં આવતા દબાણો રેકડી, કેબીન, લારી ગલ્લા અને ઓટલાઓ દૂર કરવાની કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. તેમજ દુકાનો બહાર આડેધડ પાર્ક કરેલ વાહનો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી હતી.શહેરના એમ.જી રોડ ઉપર દરરોજ દબાણને લઈને ટ્રાફિક સમસ્યા સર્જાતી હતી ત્યારે કમિશનરની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ ટ્રાફિક શાખાના પીઆઇ વી.જે સાવજ પીએસઆઇ જાડેજા તેમજ દબાણ શાખાના અધિકારી સોંદરવા સહિતના કર્મચારીઓ દ્વારા આજે મેગા ટ્રાફિક ડ્રાઈવ અને દબાણ હટાવ કામગીરી શરૂૂ કરાઈ હતી. એમજી રોડ ઉપર દુકાનદારોએ દુકાનની બહાર જ ઓટલા બનાવ્યા હતા, તેમ જ પાર્કિંગની જગ્યાએ જાળીઓ મુકેલ હતી તેને જેસીબી મારફત દૂર કરવામાં આવી હતી. તો બીજી તરફ રસ્તામાં ટ્રાફિકને નડતર થાય તે રીતે પાર્ક કરેલ વાહન ચાલકોના વાહનો પણ હટાવવામાં આવ્યા હતા. આવા વાહનોને તેમાં દંડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાળવા ચોક ખાતે શક્તિ હોટલ, જલારામ ફરસાણ, ગણેશ કોલ્ડ્રીંક્સ સહિતના દુકાનદારોએ દબાણો કરેલ હોય તો દબાણો પણ જેસીબી બાબત દૂર કરાયા હતા.
આ મામલે દબાણ શાખાના અધિકારી સૌંદરવા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરની સૂચનાથી શહેરમાં દબાણ હટાવવાની કામગીરી શરૂૂ કરવામાં આવી છે. ટ્રાફિકને લઇ લોકોને મુશ્કેલી ન પડે જેના કાયમી નિરાકરણ માટે ચિતાખાના ચોક થી કાળવા ચોક સુધી નડતરરૂૂપ લારી ઓ દૂર કરવામાં આવ્યા હતા. તેમજ ટ્રાફિક શાખા દ્વારા પાર્ક કરેલા વાહનો વિરૂૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.