સમારકામ માટે મુંબઇ એરપોર્ટ તા.9થી તા.14 સુધી બંધ રહેશે

છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) 7 મે, 2026ના રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી (6 કલાક) સંપૂર્ણપણે બંધ રહેશે. બંને રનવે (09/27…

છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (CSMIA) 7 મે, 2026ના રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી (6 કલાક) સંપૂર્ણપણે બંધ રહેશે. બંને રનવે (09/27 અને 14/32) પર પૂર્વ-મોન્સૂન જાળવણી અને વિગતવાર તપાસ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તાજેતરમાં કેન્દ્રના નાગરિક ઉડયન મંત્રાલયે દેશભરના એરપોર્ટના ટેકનિકલ સર્વેક્ષણ કરાવ્યા હતા. સિવિલ એન્જિનીયરોની આ ટીમે એક વિસ્તૃત અહેવાલ નાગરિક ઉડયન મંત્રાલયને સોંપેલો છે. આ અહેવાલમાં દેશમાંથી કેટલાક ટોચના એરપોર્ટ પરની ગંભીર ક્ષતીઓ તરફ સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમાં મુંબઇ અને દિલ્હીના એરપોર્ટનો પણ સમાવેશ છે. દેશના ચારેય મેટ્રોપોલીટન સિટીના વિમાન મથકોને હજુ અનેક રિતી અપગ્રેડ કરવાની જરૂરીયાત ઉપર આ અહેવાલે ભાર મુકયો છે. જેની શરૂઆત સરકારે મુંબઇના સમારકામથી કરી છે. આગળના તબક્કામાં અન્ય શહેરોના વિમાની મથકોને આવરી લેવામાં આવશે.

મુંબઈ એરપોર્ટ લિમિટેડ (MIAL)એ જણાવ્યું કે આ વાર્ષિક કવાયત છે જેમાં રનવેની સપાટીની તપાસ, સુરક્ષા જાળવણી અને જરૂૂરી સુધારા કરવામાં આવશે. આ કાર્ય છ મહિના અગાઉથી એરલાઈન્સ સાથે સંકલન કરીને આયોજિત કરવામાં આવ્યું છે. મુંબઈના સમારકામ દરમિયાન કોઈ ટેકઓફ કે લેન્ડિંગ થશે નહીં. અનેક ફ્લાઈટ્સ રદ્દ, વિલંબિત અથવા અન્ય એરપોર્ટ (પુણે, અમદાવાદ, ગોવા વગેરે) તરફ ડાયવર્ટ થઈ શકે છે. પ્રવાસીઓને એરલાઈન વેબસાઈટ અથવા CSMIA વેબસાઈટ પરથી ફ્લાઈટ સ્ટેટસ તપાસવા અને વધારાનો સમય રાખવાની સલાહ આપવામાં આવી છે.