ઉનાના દેલવાડામાં નિધિ કો-ઓપરેટીવના નામે કરોડોનું કૌભાંડ

ઉના તાલુકાના દેલવાડા ગામમાં નિધિ કો-ઓપરેટિવના નામે થયેલા કથિત નાણાકીય વ્યવહારોને લઈને ભારે ચકચાર મચી છે. લોકોનાં નાણાં ફસાયા હોવાની ફરિયાદો વચ્ચે કરોડો રૂૂપિયાની સંભવિત…

ઉના તાલુકાના દેલવાડા ગામમાં નિધિ કો-ઓપરેટિવના નામે થયેલા કથિત નાણાકીય વ્યવહારોને લઈને ભારે ચકચાર મચી છે. લોકોનાં નાણાં ફસાયા હોવાની ફરિયાદો વચ્ચે કરોડો રૂૂપિયાની સંભવિત નાણાકીય છેતરપિંડીની ચર્ચાએ ગામ સહિત આસપાસના વિસ્તારો માં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે. મનીષા પંડયા નામની મહિલા સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારો અંગે સવાલો ઊઠી રહ્યા છે. બીજી તરફ, ઉના શહેરના ભીમપરા વિસ્તારમાં રહેતા 24 વર્ષીય અનિરુદ્ધભાઈ ભુપતભાઈ મકવાણાએ પોતાની જમા રકમ પરત મેળવવા પોલીસ સમક્ષ અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક માહિતી મુજબ, દેલવાડા તથા આસપાસનાં ગામોના અનેક લોકોએ નિધિ કો-ઓપરેટિવના નામે ચાલતા નાણાકીય વ્યવહારોમાં નાણાં જમા કરાવ્યાં હોવાની ચર્ચા છે. જોકે, વાસ્તવમાં કેટલા લોકોનાંનાણાં ફસાયાં છે, કુલ કેટલી રકમના વ્યવહારો થયા છે અને સંબંધિત નાણાકીય સંસ્થાની કાયદેસરની સ્થિતિ શું છે, તે અંગે સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટતા થઈ શકશે.દેલવાડા ગામમાં મનીષા પંડયા નામની મહિલા નિધિ કો-ઓપરેટિવ સાથે સંકળાયેલી હોવાનું અને ચેરમેન તરીકે ઓળખાતી હોવાનું સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યું છે.

મહિલા પોસ્ટ ઓફિસમાં કામ કરતી હોવાનું કહીને લોકોનો વિશ્વાસ મેળવતી હતી અને તેના આધારે નાણાકીય વ્યવહારો થયા હોવાના આક્ષેપો પણ સામે આવી રહ્યા છે.હાલમાં મહિલા ગામ છોડીને જતી રહી હોવાની ચર્ચા વચ્ચે નાણાં જમા કરાવનાર લોકોમાં ચિંતા વધી છે. જોકે, મહિલા ખરેખર ક્યાં છે, તેમની ભૂમિકા શું છે અને નાણાકીય વ્યવહારોમાં કોઈ ગેરરીતિ થઈ છે કે કેમ તે અંગે સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.આ સમગ્ર મામલે અંદાજે રૂૂ.20 કરોડ જેટલી માતબર રકમના નાણાકીય વ્યવહારો થયાની ચર્ચા થઈ રહી છે. કેટલાક લોકોના સોના-ચાંદીના દાગીના પણ ફસાયા હોવાની વાતો સામે આવી રહી છે. દેલવાડા ઉપરાંત આસપાસનાં 10થી 20 ગામના લોકો આ વ્યવહારો સાથે સંકળાયેલા હોવાની અલગ-અલગ વિગતોચર્ચાઈ રહી છે.

જોકે, રૂૂ.20 કરોડની રકમ, અસરગ્રસ્ત લોકોની સંખ્યા અને સોના-ચાંદીના દાગીના અંગેનાદાવાઓનીસત્તાવાર પુષ્ટિ થઈ નથી. આથી, વાસ્તવિક નાણાકીય નુકસાન કેટલું છે તે અંગે પોલીસ તપાસ અને દસ્તાવેજોની ચકાસણી મહત્વપૂર્ણ બની રહેશે. આ વિવાદ વચ્ચે છગનભાઈ જીવાભાઈ મેવાડાના પરિવારને પણ મોટું આર્થિક નુકસાન થયું હોવાની વિગતો સામે આવી રહી છે. મળતી માહિતી મુજબ, એક જ પરિવારના અંદાજે રૂૂ.17 લાખ જેટલા નાણાં ફસાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

પરિવારના સભ્યો અભણ હોવાનું અને તેમણે અલગ-અલગ તબક્કે અંદાજે રૂૂ.1.50 લાખની રકમ જમા કરાવી હોવા છતાં માત્ર રૂૂ.50 હજારની પહોંચ આપવા માં આવી હોવાની વિગતો પણ મીડીયા ને આપી છે. જો આ વિગતો સાચી સાબિત થાય તો નાણાકીય વ્યવહારોમાં દસ્તાવેજીકરણ અને પહોંચની વિશ્વસનીયતા અંગે ગંભીર સવાલો ઊભા થઈ શકે છે. જોકે, પરિવાર દ્વારા ખરેખર કેટલી રકમ જમા કરાવવા માં આવી હતી, કેટલી રકમની પહોંચ આપવામાં આવી હતી અને બાકીની રકમનો હિસાબ શું છે, તે અંગે સંબંધિત દસ્તાવેજોની તપાસ જરૂૂરી છે. બીજી તરફ, ઉના શહેરના ભીમપરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા 24 વર્ષીય અનિરુદ્ધભાઈ ભુપતભાઈ મકવાણાએ નિધિ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી સાથે સંકળાયેલા વ્યક્તિઓ સામે પોતાની જમા રકમ પરત મેળવવા પોલીસ સમક્ષ લેખિતઅરજી કરી હોવાનું જાણવા મળ્યું છે.

અરજીમાં જણાવ્યા મુજબ, સંબંધિત એજન્ટ તેમના ઘરે આવીને દરરોજ રૂૂ.200ની બચત રકમ ઉઘરાવતા હતા. આ રીતે તેમણે બે ખાતાંમાં નાણાં જમા કરાવ્યાં હતાં.અરજદારના જણાવ્યા અનુસાર: ખાતા નંબર 00599માં: રૂૂ.26, 200 જમા કરાવ્યા હતા.- ખાતા નંબર 00614માં રૂૂ.3,300 જમા કરાવ્યા હતા.- કુલ જમા રકમ: રૂૂ.29, 500.અરજદારે આ રકમ પરત મેળવવા માટે સોસાયટી સાથે સંકળાયેલા ચેરમેન, મંત્રી અને એજન્ટ સામે કાર્યવાહી કરવાની માગ કરી છે. અરજીમાં જમા કરાવેલી રકમ પરત ન મળવા અને સંબંધિત વ્યક્તિઓ નાસી છૂટ્યા હોવાની રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.અરજદારે ઉના પોલીસ સ્ટેશન ઉપરાંત ઉનાના ડીવાયએસપી, ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક અને ગુજરાત રાજ્યના પોલીસ વડા સમક્ષ પણ રજૂઆત કરી જવાબદારોની તપાસ કરી નાણાં પરત અપાવવા માગ કરી હોવાનું જણાવાયું છે.