અમરેલી
ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સાંસદ રૂપાલાએ પૂછયું, ‘આ બાઇટિંગનો માલ?’
અમરેલી યાર્ડમાં નાફેડ દ્વારા ખરીદીનો વીડિયો વાઇરલ
ગુજરાત ભરમાં આજે મગફળીનો ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. ત્યારે ટેકાના ભાવથી ખરીદીનો પ્રારંભ કરાવતી વખતનો રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનો એક વીડિયો વાઇરલ થયો છે.
આ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે ખેડૂતોને મગફળી પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે રાજયના 160 કેન્દ્રો ખાતે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અમરેલી યાર્ડ ખાતે રાજકોટના સાંસદ પરોસત્તમ રૂપાલા, ઇફકોના ચેરમેન દિલિપ સંઘાણી, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા સહિતના નેતાઓએ મગફળી ખરીદીનો પ્રારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં બધા નેતાઓ મગફળીના ઢગલા પાસે ઊભા દેખાય છે. અને પરોસત્તમ રૂપાલા પૂછી રહ્યા છે કે, ‘આ બાઇટીંગનો માલ ને’? પરસોત્તમ રૂપાલાની વાત સાંભળીને ઉભેલા સૌ કોઇ નેતાઓ હસવા લાગે છે.સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલ વીડિયોના પગલે લોકોમાં ભારે કૌતુક ફેલાયું છે. કે આ શબ્દોનો અર્થ શુ સમજવો?