કોડીનાર જુના બસ સ્ટેન્ડ પાસે આવેલ એસ.કે. એમ. સ્કુલ પાસે પૂર ઝડપે જતી મોટરસાયકલ અડફેટે લેતા મહિલા મહિલા ફંગોળાઈ જતા તેને ગંભીર ઇજા થતાંનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવની વીગત એવી છે કે કોડીનારમાં જૂના બસ સ્ટેન્ડ પાસે આવેલી સોમનાથ કેળવણી મંડળ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ આવેલ હોય જયાં જીન પ્લોટ માં રહેતા સવિતાબેન જીતેન્દ્રભાઈ ચુડાસમા ઉવ 52. જે પોતાની દીકરી નિયતી ધોરણ સાત માઆભિયાસ કરતી હોય જે ને સ્કૂલે મૂકી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રોણાજ રોડ ઉપરથી પૂર ઝડપે અને બે ફિકરાય થી ચલાવતા મોટરસાયકલ સવારે સવિતાબેન ને હડફેટે લેતા જેમને ગંભીર ઈઝા પહોંચતા તેમને તાત્કાલિક રા.ના વાળા હોસ્પિટલ ખસેડેલત્યાંના ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી પી એમ. માટે કોડીનાર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે.
કોડીનાર માં છેલ્લા ઘણાં સમયથી લવર મુછાળા બેફામ રીતે મોટર સાયકલ ચલાવી ને લોકો ને હડફેટે લેતા હોવાની ઘટના વારંવાર બને છે પણ નાની મોટી ઇજાથતીહોય કોઈ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા જતુ નથી ત્યારે લાઇસન્સ વગરના અને બેફામ ઝડપે ચલાવતા મોટરસાયકલ સ્વર લોકો ઉપર પોલીસ તાત્કાલિક પગલાં લે તે ઇચ્છનીય છે. કોડીનાર આવેલ દરેક સ્કૂલ પાસે આવારા તત્વો રોજ બ રોજમોટર સાઇકલ લઈ ને આટા મારતા હોય જેને કોડીનાર પોલીસની જરાય પણ બીક છે નહીં.
