ગુજરાતમાં દારૂ ઢીંચીને મારામારીના રોજ 300થી વધુ કેસ

112માં નોંધાયેલા કેસોના ચોંકાવનારા આંકડા, 10 મહિનામાં દારૂ પીધા બાદ મારામારીના કુલ 93 હજારથી વધુ કેસ, પોલીસ સતત દોડતી રહે છે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ…

112માં નોંધાયેલા કેસોના ચોંકાવનારા આંકડા, 10 મહિનામાં દારૂ પીધા બાદ મારામારીના કુલ 93 હજારથી વધુ કેસ, પોલીસ સતત દોડતી રહે છે

ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી રાજ્યમાં કાયદાકીય રીતે સંપૂર્ણ દારૂૂબંધી અમલમાં છે. મહાત્મા ગાંધીના આ પ્રદેશમાં નશાબંધીને લઈને કડક નિયમો હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ ચિત્ર રજૂ કરે છે. તાજેતરમાં સામે આવેલા આંકડાઓ અત્યંત ચોંકાવનારા છે. ગુજરાતમાં કટોકટીના સમયે પોલીસની તાત્કાલિક મદદ મેળવવા માટે શરૂૂ કરવામાં આવેલી ’112’ હેલ્પલાઈન પર જે ફરિયાદો મળી રહી છે, તેમાં ચોરી, લૂંટફાટ કે રોડ અકસ્માત કરતાં પણ ‘દારૂૂના દૈત્ય’ના કારણે ઉભી થતી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પોલીસને સૌથી વધુ દોડાવી રહી છે. છેલ્લા 10 મહિનામાં દારૂૂ પીને મારામારીના 93,746 કેસ 112 માં નોંધાયા છે. જેમાં અમદાવાદમાં દરરોજ સરેરાશ 603 કોલ્સ માત્ર ’112’ સેવાને મળે છે. જયારે સુરત શહેર માં 1.21 લાખ, વડોદરા અંદાજે 57,279 અને રાજકોટમાં 40,742 કેસો નોંધાયા છે.

પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર, રાજ્યમાં 1 સપ્ટેમ્બર 2025થી લઈને 30 જૂન 2026 સુધીના માત્ર 10 મહિનાના ટૂંકા ગાળામાં જ ’112’ ઈમરજન્સી સેવા પર દારૂૂ પીને પરસ્પર મારામારી કરવાના અધધ 93,746 કેસો નોંધાયા છે. આ આંકડાનું વિશ્ર્લેષણ કરીએ તો સ્પષ્ટ થાય છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 300 જેટલા કિસ્સાઓ એવા બને છે જ્યાં દારૂૂના નશામાં ધૂત થઈને લોકો હિંસા પર ઉતરી આવે છે અને પોલીસને દરમિયાનગીરી કરવી પડે છે. કટોકટીના કેસોની યાદીમાં દારૂૂ પીને થતી હિંસા અને મારામારીના કેસ સમગ્ર રાજ્યમાં ત્રીજા સ્થાને રહ્યા છે, જે દારૂૂબંધીના કડક અમલીકરણ સામે મોટા સવાલો ઉભા કરે છે.

પોલીસ ઈમરજન્સીમાં સૌથી વધુ ફરિયાદો મારામારી અને જાહેરમાં તકરારની આ સમયગાળા દરમિયાન પોલીસને કુલ 8.30 લાખ ઈમરજન્સી કોલ્સ મળ્યા હતા, એટલે કે રોજના સરેરાશ 2,741 કોલ્સ નોંધાયા છે. આ કુલ ફરિયાદોમાં સૌથી મોટો હિસ્સો પરસ્પર સામાન્ય કે ગંભીર મારામારી અને જાહેરમાં થતી તકરારનો છે. આ યાદીમાં દ્વિતીય સ્થાને રહેલી સામાન્ય મારામારીના આશરે 1.52 લાખ કેસ નોંધાયા છે, જ્યારે જાહેરમાં થતી ઉગ્ર તકરાર અને હંગામાના 1.35 લાખ કેસ નોંધાયા છે. આ આંકડા દર્શાવે છે કે નશાખોરી અને કાયદાના ડર વિના ફાટીને ધુમાડે ગયેલા તત્વોને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. આ સિવાય, પ્રોહિબિશન ના સીધા 19,065 કેસ પણ આ ગાળામાં નોંધાયા છે.

રાજ્યભરમાંથી મળેલા ઈમરજન્સી કોલ્સમાં મહાનગરોની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. પોલીસની મદદ મેળવવામાં અમદાવાદ શહેર સમગ્ર રાજ્યમાં 1.91 લાખ કેસો સાથે પ્રથમ ક્રમે રહ્યું છે. અમદાવાદમાં દરરોજ સરેરાશ 603 કોલ્સ માત્ર ’112’ સેવાને મળે છે. આ યાદીમાં ટેક્સટાઈલ અને ડાયમંડ સિટી ગણાતું સુરત શહેર 1.21 લાખ કેસો સાથે બીજા ક્રમે છે, જ્યારે વડોદરા અંદાજે 57,279 કેસો અને રાજકોટ 40,742 કેસો સાથે ચોથા સ્થાને રહ્યું છે. આમ, ગ્રામ્ય વિસ્તારોની સાપેક્ષે શહેરી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ તંત્ર પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં ’112’ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હોય તબીબી કટોકટી , ફાયર બ્રિગેડ, મહિલા સુરક્ષા, બાળ સુરક્ષા તેમજ અન્ય કોઈપણ જીવલેણ કે તાત્કાલિક પરિસ્થિતિમાં ત્વરિત મદદ મળી રહે છે. આ સેવા ગુનાખોરી અને આપત્તિઓ સામે નાગરિકો માટે આશીર્વાદરૂૂપ સાબિત થઈ રહી છે, પરંતુ સાથે જ દારૂૂના કારણે વધતી ગુનાખોરીનો આયનો પણ બતાવી રહી છે. દારૂૂબંધી હોવા છતાં દારૂૂ પીને થતી હિંસાના આ ચોંકાવનારા આંકડાઓ તંત્ર માટે લાલબત્તી સમાન છે.