ગુજરાત

200થી વધુ સ્ટોલ, રાઇડના પ્લોટની સામે માત્ર 111 ફોર્મ ભરાયા હજુ સમય વધશે

Published

on

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી મેળા નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવા છતા વેપારીઓ અને યાંત્રીક રાઇડના સંચાલકોમાં નિરૂત્સા જોવા મળી રહી છે. સાત દિવસના સમયગાળામાં 369 ફોર્મ ઉપડ્યા છે. પરંતુ હજુ માત્ર 111 ફોર્મ ભરાયાને પરત આવ્યા છે. ફરી એક વખત ફોર્મ ભરવાના સમયમાં વધારો કરવો તેવા સંજોગો ઉભા થયા છે. જે અંગેનો નિર્ણય સાંજ સુધીમાં લેવાઇ જશે.


રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી નિમિત્તે આગામી તા.24 ઓગષ્ટથી લઇને 28 ઓગષ્ટ સુધી લોકમેળાનો આયોજન કરવામાં આવ્યો છે. ટીઆરપી અગ્નિકાંડના કારણે આ વખતે 30% જેટલા સ્ટોલ અને રાઇડસનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક સપ્તાહ પહેલા ગુરુવારથી રાજકોટમાં બે સ્થળેથી મેળાના સ્ટોલ અને રાઇડ માટેના પ્લોટના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.


એક સપ્તાહ વીતિ ગયું છે. ત્યારે બે સ્થળેથી 369 ફોર્મ ઉપડ્યા છે. જેની સામે માત્ર 111 જ ફોર્મ ભરાયને પરત આવ્યા છે. આ વખતે રેસકોર્સ ગ્રાઉન્ડમાં 120 રમક્ડાના સ્ટોલ, 8 મોટો ખાણી-પીણીના સ્ટોલ, 26 નાની અને મધ્ય ચકરડી, 27 ખાણી-પીણીના નાના સ્ટોલ, 11 આઇસ્ક્રીમના ચોગઠા, 38 યાંત્રિક રાઇડના પ્લોટ અને 1 ટી કોર્નર તેમજ વિવિધ સંસ્થાઓ માટે અલગ-અલગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે.


200થી વધુ પ્લોટ અને સ્ટોલની સામે માત્ર 111 જ ફોર્મ ભરાયને પરત આવ્યા છે. ત્યારે હજુ એક વખત ફોર્મ સ્વીકરવાના સમયમાં વધારો થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. બીજી બાજુ હજુ સુધી મેળાનો લે-આઉટ પ્લાન પણ ફાઇનલ થયો નથી. આજ સાંજ સુધીમાં મેળાનો લે-આઉટ પ્લાન ફાઇનલ થઇ જશે તેમ જાણવા મળેલ છે. જ્યારે મેળામાં સિક્યુરિટી, મંડપ, લાઇટીંગ સહિતના ટેન્ડરો પણ બહાર પાડી દેવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version