Site icon Gujarat Mirror

100થી વધુ નાપાક મિસાઈલો-3 ફાઈટર વિમાનનો ખુરદો

જેસલમેર ઉપર જ 70 મિસાઈલ તોડી પડાઈ, પાક.ના મહત્ત્વના શહેરોની સંરક્ષણ પ્રણાલીનો નાશ

ભારતે પાકિસ્તાન પર બદલો લેવાના હુમલા શરૂૂ કર્યા છે. ભારતે લાહોર અને સિયાલકોટ સહિત પાકિસ્તાનના ઘણા શહેરો પર હુમલા શરૂૂ કર્યા છે. પાકિસ્તાન દ્વારા ભારતના જમ્મુ, પંજાબ, રાજસ્થાનમાં કરવામાં આવેલા હુમલાના જવાબમાં, ભારતે પાકિસ્તાનના શહેરો પર મિસાઇલ હુમલા શરૂૂ કર્યા છે. તેના બદલામાં, ભારતે લાહોરમાં સ્થિત પાકિસ્તાનના AWACS (એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ) ને તોડી પાડ્યું છે. આ ઉપરાંત, ભારતે પાકિસ્તાનના ફૈસલાબાદ, સરગોધા, મુલતાન અને સિયાલકોટ શહેરોમાં સંરક્ષણ પ્રણાલીનો પણ નાશ કર્યો છે.

ભારતે બદલો લેવા માટે પાકિસ્તાનના કુલ 3 ફાઇટર પ્લેનને તોડી પાડ્યા હતા. ભારત દ્વારા તોડી પાડવામાં આવેલા પાકિસ્તાની ફાઇટર જેટમાં બે JF-17 અને એક F-16નો સમાવેશ થાય છે. ગુરુવારે અંધારું થતાં જ પાકિસ્તાને સરહદ નજીક ભારતના વિવિધ શહેરોમાં 100 થી વધુ મિસાઇલો છોડી હતી. પાકિસ્તાને ફક્ત રાજસ્થાનના જેસલમેરમાં જ 70 થી વધુ મિસાઇલ હુમલા કર્યા હતા. જોકે, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનની બધી મિસાઇલોને હવામાં જ તોડી પાડી હતી. ભારતની બધી સંરક્ષણ પ્રણાલીઓ આ સમયે પાકિસ્તાનના દરેક નાપાક ઈરાદાનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે સક્રિય છે અને પાકિસ્તાનની દરેક ગતિવિધિ પર નજર રાખી રહી છે.

સેનાએ કહ્યું કે 8 અને 9 મે 2025 ની રા, પાકિસ્તાન સેનાએ પશ્ચિમી સરહદ પર એક સાથે અનેક હુમલાઓનો પ્રયાસ કર્યો. પાકિસ્તાન દ્વારા ડ્રોન અને અન્ય હથિયારોનો ઉપયોગ કરીને ભારતીય સરહદોને નિશાન બનાવવામાં આવી હતી. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં નિયંત્રણ રેખા (કજ્ઞઈ) પર ઘણી વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું.

સેનાએ એક નિવેદન જારી કરીને કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ, બધા ડ્રોન હુમલાઓને સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા હતા અને યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો. સેનાએ સ્પષ્ટપણે કહ્યું છે કે ભારતીય સરહદોની સુરક્ષા માટે દરેક જરૂૂરી પગલાં લેવામાં આવશે અને કોઈપણ નાપાક ઈરાદાઓને સહન કરવામાં આવશે નહીં.

આ ઓપરેશન હેઠળ, જ્યાં એક તરફ આધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલીએ સરહદોનું રક્ષણ કર્યું, ત્યાં બીજી તરફ સૈનિકોએ જમીન પર જવાબદારી સંભાળી અને દરેક હુમલાનો જવાબ આપ્યો. નિયંત્રણ રેખા પર તૈનાત બટાલિયનોએ પાકિસ્તાનના ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો અને તેના આગળ વધવાના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા. સેનાના આ નિવેદન બાદ દેશભરની સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી છે.

Exit mobile version