Site icon Gujarat Mirror

મોરબીના યુવાને પત્ની રિસામણે ચાલી જતા કર્યો આપઘાતનો પ્રયાસ

oplus_32

મોરબીમાં રહેતા યુવાને મૂળીના રાસિંગપર ગામે રિસામણે બેઠેલી પત્નીને તેડવા ગયો હતો. ત્યારે દાધોરીયા ગામના પાટીયા પાસે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં રહેતો ચેતન દેવજીભાઈ મકવાણા નામનો 34 વર્ષનો યુવાન ગઈકાલે રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં મુળી તાલુકાના દાધોરીયા ગામના પાટીયા પાસે હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી યુવકને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં કરવામાં આવ્યો હતો.ં

ચેતન મકવાણા ચાર ભાઈ એક બહેનમાં મોટો છે અને કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ચેતન મકવાણાને સંતાનમાં એક પુત્ર છે પત્ની લક્ષ્મીબેન છેલ્લા એક મહિનાથી મૂળી તાલુકાના રાસિંગપર ગામે માવતરે રિસામણે બેઠી છે ચેતન મકવાણા પત્નીને તેડવા ગયો હતો. ત્યારે દાધોરીયા ગામના પાટીયા પાસે ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version