અમેરિકામાં રામકથાનું સનાતન રસપાન કરાવશે મોરારિબાપુ

અમેરિકામા મોરારિબાપુ રામકથાનું સનાતન રસપાન કરાવશે. દક્ષિણ અમેરિકાના આર્કાન્સામાં આગામી શનિવારથી ભાવિક શ્રોતાઓને લાભ મળશે. વિદેશની ધરતી અમેરિકામાં સનાતન ધર્મની ગાથા રામકથાનું આયોજન થયું છે.…

અમેરિકામા મોરારિબાપુ રામકથાનું સનાતન રસપાન કરાવશે. દક્ષિણ અમેરિકાના આર્કાન્સામાં આગામી શનિવારથી ભાવિક શ્રોતાઓને લાભ મળશે.

વિદેશની ધરતી અમેરિકામાં સનાતન ધર્મની ગાથા રામકથાનું આયોજન થયું છે. આગામી શનિવાર તા.28થી મોરારિબાપુનાં વ્યાસાસને ભાવિક શ્રોતાઓને લાભ મળનાર છે. દક્ષિણ અમેરિકામાં પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતાં પ્રાંત ( લીટલ રોક – સ્ટેટ હાઉસ ) આર્કાન્સામા મોરારિબાપુ શનિવાર તા.28થી રવિવાર તા.6 દરમિયાન રામકથાનું સનાતન રસપાન કરાવશે. આ કથા શ્રવણ કરવાં અમેરિકા, ભારત ઉપરાંત અન્ય દેશોનાં કથાપ્રેમીઓ જોડાનાર છે.