Site icon Gujarat Mirror

મોદીને ઇથિયોપિયાનું ‘ગ્રેટ ઓનર નિશાન’થી સન્માન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈથિયોપિયાના સર્વોચ્ચ સન્માન “ગ્રેટ ઓનર નિશાન” થી સન્માનિત કરવામાં આવ્યા છે. ઈથિયોપિયાના વડાપ્રધાન અબી અહમદ અલીએ આ સન્માન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે “મને ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સભ્યતાઓમાંની એક દ્વારા સન્માનિત થવું મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.

હું બધા ભારતીયો તરફથી અત્યંત નમ્રતા અને કૃતજ્ઞતા સાથે આ સન્માન સ્વીકારું છું. આ સન્માન એ અસંખ્ય ભારતીયોનું છે જેમણે આપણી ભાગીદારીને આકાર આપ્યો.” તેઓ ઈથિયોપિયાના સર્વોચ્ચ સન્માન મેળવનારા પ્રથમ વિદેશી રાષ્ટ્રઅધ્યક્ષ છે. મોદીને સર્વોચ્ચ સન્માન આપ્યું હોય તેવો ઇથિયોપીયા વિશ્ર્વનો 28મો દેશ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈથિયોપિયાના વડાપ્રધાન અબી અહેમદ અલી સાથેની મુલાકાત દરમિયાન આતંકવાદ સામેની લડાઈમાં ભારતના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટોની શરૂૂઆતમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત પહલગામ આતંકવાદી હુમલા પર ઈથિયોપિયાના શોક અને આતંકવાદ સામેની લડાઈમાં તેના સમર્થનનું ખૂબ સન્માન કરે છે. બંને દેશોએ રાજકીય, આર્થિક, સંરક્ષણ, વિકાસલક્ષી સહયોગ, વેપાર અને રોકાણ સહિત આઠ મુદ્દાઓ પર કરાર કર્યા હતા.

Exit mobile version