Site icon Gujarat Mirror

જસદણમાં અદ્યતન સ્વામિ. ગુરુકુળનું થશે નિર્માણ

ભૂમિના મુખ્ય દાતા વિપુલભાઈ સુળીયા શ્રી હરિ નમકીન કેબિનેટ મંત્રી બાવળીયા સહિત અનેક રાજકીય સામાજિક ઔદ્યોગિક સંસ્થાના આગેવાનો સાધુ સંતો ઉપસ્થિત રહેશે કૈલાશ નગર સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદન સ્વામી દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

શ્રી સ્વામિનારાયણ ગુરૂૂકુળ રાજકોટ સંસ્થાન આઝાદીના વર્ષ 1947માં સ્થપાયેલ સંસ્થા છે. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા દ્વારા 63 થી વધુ શાખાઓ સમગ્ર દેશ-વિદેશમાં કાર્યરત છે ત્યારે વધુ એક શાખા એટલે 64 મી શાખા સ્વરૂૂપે જસદણ ગુરૂૂકુળનો શિલાન્યાસ સમારોહ જસદણ ખાતે યોજાવાનો છે. તારીખ 30-4-2025 ને બુધવારે અખાત્રીજના પવિત્ર દિવસે સવારે 8 કલાકે જસદણ આટકોટ હાઇવે ઉપર આટકોટ નજીક હેલીપેડ ગ્રાઉન્ડની પાછળ ખાતમુર્હુત તથા શિલાન્યાસ સમારોહ ભવ્યતાથી યોજાશે. આ પ્રસંગે સ્વામિનારાયણ ગુરૂૂકુળ રાજકોટ સંસ્થાના મહંત પરમ પૂજ્યદેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી તથા ભક્તિજીવનદાસજી સહિતના સંતો ઉપસ્થિત રહેશે. સુરત ગુરૂૂકુળના પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ગુરૂૂકુળનું નિર્માણ કાર્ય યોજાશે.
40 વીઘામાં નિર્માણ પામનાર આ ગુરૂૂકુળમાં હોસ્ટેલ વિભાગમાં 50 અદ્યતન રૂૂમ બનશે. સ્કૂલ વિભાગમાં 50 મોર્ડન ક્લાસરૂૂમ બનશે.

એ ઉપરાંત પ્રાર્થના હલ, કોમ્પ્યુટર લેબ, સ્ટાફ રૂૂમ, ક્રિકેટ ગ્રાઉન્ડ સહિતનું સ્પોર્ટ કોમ્પ્લેક્સની સ્ટાન્ડર્ડ સુવિધાઓ મળશે. આ ગુરૂૂકુળ ખાતે ધોરણ 1 થી 12 અંગ્રેજી મંડયમ તથા ગુજરાતી મીડીયમની અભ્યાસની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિદ્યા એટલે કે આધુનિક શિક્ષણ, સદવિદ્યા એટલે કે હિંદુ સંસ્કૃતિના મૂલ્યો તથા બ્રહ્મવિદ્યા એટલે કે મોક્ષમુલક સંસ્કારોના ત્રિવેણી સંગમ સમાન આ ગુરુકુલ નિર્માણના મુખ્ય ભૂમિદાતા વિપુલભાઈ સુળીયા (શ્રી હરિ નમકીન) ઉપસ્થિત રહેશે. ખાતમુર્હુત તથા શિલાન્યાસ ઉત્સવના યજમાન જયેશભાઈ પાંભર- લંડન તથા ધર્મનંદન ડાયમંડ સુરતના લાલજીભાઈ પટેલ, હરિ ગ્રુપ સુરતના રાકેશભાઈ દુધાત, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી દિનેશ બાંભણિયા સહિતના સમગ્ર ગુજરાતભરમાંથી વિવિધ ઉદ્યોગપતિઓ, ડોક્ટરો, વકીલો, અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહેશે.

ભૂમિપૂજનમાં સ્વામિનારાયણ મહામંત્રના સાડા ત્રણ કરોડ મંત્રનું લેખન કરેલી બુક પાયામાં પધરાવવામાં આવશે. સમગ્ર મહોત્સવ ભવ્યતાથી ઉજવવા માટે જસદણના કૈલાશ નગર સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનસ્વામીના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી ચાલી રહી છે.

આ પ્રસંગે તારીખ સવારે 9 વાગ્યા સુધી અખંડ ધૂન યોજાશે. જે જગ્યાએ ભવ્ય ગુરુકુળનું નિર્માણ થનાર છે તે ભૂમિને વિશેષ પાવન કરવા માટે તારીખ 28-4 થી તારીખ 30-4 સુધી ભક્ત ચિંતામણી યજ્ઞ યોજાશે. તા. 30-4ને બુધવારે સવારે 7-30 કલાકે 108 કાર તથા બાઈકની અતિ ભવ્ય શોભાયાત્રા યોજાશે.

ભૂમિ પૂજન તથા શિલાન્યાસ સમારોહ સહિતના ધાર્મિક ઉપસ્થિત રહેવા જસદણ સ્વામિનારાયણ મંદિર ના સ્વામી ધર્મનંદનદાસજીએ અનુરોધ કર્યો છે.

Exit mobile version