બારડોલી સુગર ફેક્ટરી ચૂંટણીમાં ધારાસભ્ય ઈશ્વર પરમારની હાર

એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર નોંધાયો છે. વર્તમાન સહકાર પેનલને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કિસાન…

એશિયાની સૌથી મોટી ગણાતી બારડોલી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર નોંધાયો છે. વર્તમાન સહકાર પેનલને કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કિસાન પરિવર્તન પેનલ વિજયી બની છે.આ ચૂંટણીમાં ભાજપના બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમાર હારી ગયા છે. સાથે જ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલને પણ મોટા ઝોનમાંથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સતીષ પટેલે ભાવેશ પટેલને 523 મતોથી હરાવ્યા હતા.

ખરવાસા બેઠક પર ભૂપેન્દ્રસિંહ સોલંકી 444 મતોથી વિજયી બન્યા છે, જ્યારે શામપુરા બેઠક પર પ્રવીણ પટેલ 405 મતોથી ચૂંટણી જીતી ગયા છે. કિસાન પરિવર્તન પેનલના અન્ય ઉમેદવારો પણ વિજયી થયા છે.સભાસદોએ સંસ્થામાં વધતા રાજકીય પગપેસારાની વિરુદ્ધ સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. આ ચૂંટણીને સહકારી સંસ્થામાં ખેડૂતોની ભાગીદારી અને પારદર્શિતા માટેના સંઘર્ષ તરીકે જોવામાં આવી રહી છે. બારડોલી સુગર ફેક્ટરીની આ ચૂંટણીમાં કુલ 14 બેઠકો માટે મતદાન થયું હતું. પરિણામ જાહેર થતાં સહકારી ક્ષેત્રમાં નવું સમીકરણ ઊભું થયું છે.