બિમાર ભાઇના ખબર પૂછવા ધારાસભ્ય ચૈતર વસાવાને 3 દિવસના જામીન મંજૂર

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટ તરફથી આંશિક રાહત મળી છે. પોતાના બીમાર ભાઈને રૂૂબરૂૂ મળીને ખબર અંતર પૂછવા માટે ચૈતર વસાવા દ્વારા…

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સુપ્રીમ કોર્ટ તરફથી આંશિક રાહત મળી છે. પોતાના બીમાર ભાઈને રૂૂબરૂૂ મળીને ખબર અંતર પૂછવા માટે ચૈતર વસાવા દ્વારા વચગાળાના જામીન માટે અરજી કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખીને સુપ્રીમ કોર્ટે તેમને 3 દિવસના ટૂંકા ગાળાના વચગાળાના જામીન મંજૂર કર્યા છે, જેને લઈને રાજકીય બેડામાં ચર્ચા શરૂૂ થઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચૈતર વસાવાના ભાઈ હાલ ગંભીર રીતે બીમાર હોવાથી પરિવાર દ્વારા તેમને મળવા માટેની અનિવાર્ય પરિસ્થિતિ ઊભી થઈ હતી. પોતાના બીમાર ભાઈને મળવા માટે અને પરિવારની મુલાકાત લેવા માટે ચૈતર વસાવા દ્વારા કોર્ટમાં વચગાળાના જામીન મેળવવા માટેની માગ કરવામાં આવી હતી.
આ મામલે સુપ્રીમ કોર્ટે માનવતાવાદી અભિગમ દાખવીને તેમની અરજી સ્વીકારી લીધી છે અને તેમને 3 દિવસના વચગાળાના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જામીન મંજૂર થતાં તેમને જેલમાંથી ટૂંક સમય માટે આંશિક રાહત મળી છે.