Site icon Gujarat Mirror

લીલિયા તાલુકામાં સિંચાઈના કામો માટે 6.40 કરોડ મંજૂર કરાવતા ધારાસભ્ય

નાનાલીલિયા, ભેસવડી, કુત્તાણા સહિતના ગામોમાં સુવિધામાં થશે વધારો

 

લીલીયા તાલુકામાં સિંચાઈ સુવિધાઓ મજબૂત બને તે હેતુસર 1.નાના લીલીયા ગામે માટીના બંડને મરામત કરવાની કામગીરી, 31.21 લાખનું કામ ,2.ભેસવડી ચેકડેમને મરામત અને મજબુત કરવાનું કામ 127.73 લાખનું કામ 3. કુતાણા ગામે જરૂૂરી મરામત અને મજબૂતાઈનું કામ 5.96 લાખનું કામ ,4. ઈગોરાળા ડાંડ બંધારા ડેમમાં મરામત અને મજબુતાઈનું કામ 18.84 લાખનું કામ ,5.ઈગોરાળા ડાંડ ચેકડેમ રીપેરીંગનું કામ 4.50 લાખનું કામ 6. સલડી ગામે નાની સિંચાઈના મરામત અને મજબુતાઈનું કામ પહેલા 242.15 મંજુર થયેલ નવા 44.15નું કામકુલ 286.30 લાખનું કામ 7 મોટા કણકોટ પુર સરક્ષણ દીવાલનું કામ 29 લાખનું કામ 8.બોડીયા ગામે પ્રોટેક્શન વોલનું કામ 48.06 લાખનું કામ 9.સલડી ગામે સ્મશાન પાસે 24.07 લાખનું એફ.પી વોલનું કામ 10.પુંજાપાદર ગામે ચેકડેમ મરામત અને મજબૂતાઈ 66.14 લાખનું કામ 11.ક્રાંકચ ગામે તળાવનું રીનોવેશનનું 5.00 લાખનું કામ કુલ 11 સિંચાઈના કામો માટે ₹640.82 લાખ (રૂા. 6.40 કરોડ)ની રકમ મંજૂર કરાવવામાં આવી છે. આ મહત્વપૂર્ણ વિકાસકામોની મંજૂરી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની સક્રિય રજૂઆત અને સતત પ્રયત્નોના પરિણામે મળી છે.

આ મંજૂર થયેલ સિંચાઈના કામોથી લીલીયા તાલુકાના ખેડૂતોને પૂરતું સિંચાઈ પાણી મળશે, ખેતી ઉત્પાદન વધશે તેમજ ગ્રામ્ય વિસ્તારની આર્થિક સ્થિતિ મજબૂત બનશે. લીલીયા તાલુકાના સિંચાઈ વિકાસ માટે આ મહત્વપૂર્ણ સહાય બદલ ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા જળસંપતી મંત્રી ઈશ્વરભાઈ પટેલનો ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ તાલુકાવાસીઓ તરફથી હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો છે.

 

Exit mobile version