રાજભા ગઢવીને માલધારીની માન્યતાના મામલે મંત્રી જીતુભાઇ વાઘાણી ભરાયા

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં લોકકલાકાર રાજભા ગઢવીને માલધારીના દરજ્જાને મંજૂરી આપવાના મામલે વિવાદ વધુ ઘેરો બન્યો છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયા બાદ હવે કેબિનેટ…

અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિસ્તારમાં લોકકલાકાર રાજભા ગઢવીને માલધારીના દરજ્જાને મંજૂરી આપવાના મામલે વિવાદ વધુ ઘેરો બન્યો છે. વનમંત્રી અર્જુન મોઢવાડિયા બાદ હવે કેબિનેટ મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી જીતુ વાઘાણીએ પણ મીડિયાના સવાલો પર મૌન સેવી લીધું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાજ્યભરમાં અલગ-અલગ જિલ્લાઓમાં મંત્રીઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે. આ અંતર્ગત અમરેલી ખાતે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી.

રાજ્યકક્ષાના મંત્રી કૌશિક વેકરિયા અને વાઘાણીએ વાતચીત કરી મંત્રીએ રાજભા ગઢવીના સવાલનો જવાબ ટાળ્યો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મીડિયા દ્વારા ગીર વિસ્તારમાં લોકકલાકાર રાજભા ગઢવીને નેસડામાં માલધારી તરીકે રહેવાની મંજૂરી આપવા અંગે સીધા સવાલો પૂછવામાં આવ્યા હતા. જીતુ વાઘાણીએ સવાલો શાંતિથી સાંભળ્યા હતા, પરંતુ જવાબ આપવાનું ટાળતા જણાવ્યું હતું કે, આજની પ્રેસ કોન્ફરન્સ માત્ર 12 વર્ષના વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના વિષય પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી છે. આ મુદ્દે તેમણે કોઈ પણ ટિપ્પણી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

માલધારી સમાજમાં ભારે વિરોધ અને માગણી રાજભા ગઢવીને ગીરના નેસડામાં માલધારી તરીકે મંજૂરી મળ્યા બાદ સ્થાનિક માલધારી સમાજમાં છેલ્લા કેટલાક સમયથી ભારે અસંતોષ અને વિરોધની લાગણી જોવા મળી રહી છે. અન્ય માલધારીઓનું કહેવું છે કે જો રાજભા ગઢવીને મંજૂરી મળી શકતી હોય, તો અન્ય વંચિત માલધારીઓને પણ તુરંત મંજૂરી આપવામાં આવે.