માઇલી સાયરસે મેક્સ મોરાન્ડો સાથે લીધા ફેરા

માઇલી સાયરસે પાંચ વર્ષના પ્રેમને આપ્યું લગ્નનું નામ.સિંગર માઇલી સાયરસે મેક્સ મોરાન્ડો સાથે ખાનગી સમારોહમાં લગ્ન કર્યાં. કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સમાં યોજાયેલા લગ્નમાં પરિવારજનો રહ્યા હાજર,…

માઇલી સાયરસે પાંચ વર્ષના પ્રેમને આપ્યું લગ્નનું નામ.સિંગર માઇલી સાયરસે મેક્સ મોરાન્ડો સાથે ખાનગી સમારોહમાં લગ્ન કર્યાં. કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સમાં યોજાયેલા લગ્નમાં પરિવારજનો રહ્યા હાજર, સફેદ ગાઉનમાં માઇલી સુંદર દેખાઈ.સિંગર અને સોંગરાઇટર માઇલી સાયરસ હવે પરિણીત છે! માઇલીએ શનિવાર, 21 નવેમ્બરના રોજ કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સ ખાતેના એક ખાનગી નિવાસસ્થાને મ્યુઝિશિયન મેક્સ મોરાન્ડો સાથે લગ્ન કર્યા છે.

આ લગ્નમાં માઇલીની માતા ટિશ સાયરસ અને બહેન નોઆ સાયરસ હાજર રહ્યા હતા. ડ્યુક્સમોઇ એ આ ખાનગી સમારોહની તસવીરો શેર કરી છે, જેમાં માઇલીના વેડિંગ ડ્રેસની ઝલક જોવા મળે છે. સુંદર સફેદ ગાઉનમાં સજ્જ સિંગરે ’આઈ ડુ’ કહેતી વખતે આંસુ લૂછ્યા હતા, જ્યારે મેક્સે એક ભાવુક સ્પીચ આપી હતી. ત્રણ વખત ગ્રેમી વિજેતા બનેલી માઇલી અને ડ્રમર મેક્સના અફેરની ચર્ચા સૌપ્રથમ ડિસેમ્બર 2021માં શરૂૂ થઈ હતી, જ્યારે મિયામીમાં માઇલીના હોલિડે સ્પેશિયલ ’માઇલીઝ ન્યૂ યર્સ ઈવ પાર્ટી’ દરમિયાન બેકસ્ટેજ તેમની નિકટતાના ફોટા સામે આવ્યા હતા. એપ્રિલ 2022માં વેસ્ટ હોલીવુડમાં સાથે જોવા મળ્યા બાદ તેમણે પોતાના સંબંધો પર મહોર મારી હતી.2025માં લોસ એન્જલસ ખાતે ’અવતાર: ફાયર એન્ડ એશ’ના વર્લ્ડ પ્રીમિયરમાં જ્યારે આ કપલ રેડ કાર્પેટ પર સાથે ચાલ્યું, ત્યારે તેમની સગાઈની અફવાઓ તેજ બની હતી.