બગસરાના જેતપુર રોડ પર દુકાનમાં વીજકરંટથી આધેડનું મોત

બગસરા શહેરના જેતપુર રોડ પર શ્રીજી ટાયર સેન્ટરમાં કામ કરતા એક આધેડનું વીજ શોક લાગતા મુત્યુ નીપજ્યું હતું. આ વ્યક્તિ શ્રીજી ટાયર નામની દુકાનમાં ટાયરનું…

બગસરા શહેરના જેતપુર રોડ પર શ્રીજી ટાયર સેન્ટરમાં કામ કરતા એક આધેડનું વીજ શોક લાગતા મુત્યુ નીપજ્યું હતું. આ વ્યક્તિ શ્રીજી ટાયર નામની દુકાનમાં ટાયરનું રિમોટનુ કામ કરતા હતા એ સમયે અચાનક ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો.ઇલેક્ટ્રીક શોર્ટ લાગતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખેંચવામાં આવ્યો હતો પરંતુ સારવાર મળે તે પહેલા તેનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતી.ત્યાર બાદમાં મૃતક નરેન્દ્રસિંહ મુળુભાઈ સરવૈયા ઉંમર વર્ષ 40ની બોડીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

ઇલેક્ટ્રીક શોર્ટ વાગ્યાની જાણ બગસરા PGVCLની ટીમને થતા ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.શ્રીજી ટાયર સેન્ટર નામના કારખાનામાં પહોંચી તપાસ શરૂૂ કરવામાં આવી હતી.આ ઘટનાની જાણ લોકોમાં થતા જ હોસ્પિટલ ખાતે લોકો પણ દોડી આવ્યા હતા. જયારે મુતકના પરિવારની સ્થિતિ ખુબ નબળી હતી જેથી ખાનગી દુકાનમાં કામ કરતા હતા જયારે તેના પરિવારમાં બે પુત્રો છે એકની ઉંમર 15 જયારે બીજાની 8 વર્ષ છે.મુતક પોતે કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા.