ટેક જગતમાં ફરી એકવાર નોકરીઓ પર સંકટના વાદળો ઘેરાયા છે. દિગ્ગજ આઈટી કંપની માઈક્રોસોફ્ટમાં રાતોરાત અચાનક મોટી ઉથલપાથલ મચી ગઈ છે. કંપનીએ એક ઝાટકે પોતાના 4800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. આ સમાચારથી માત્ર ટેક ઈન્ડસ્ટ્રી જ નહીં, પરંતુ માઈક્રોસોફ્ટ જેવી મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરવાનું સપનું જોતા હજારો યુવાનોને પણ મોટો આંચકો લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, કંપનીએ પોતાના કુલ ગ્લોબલ વર્કફોર્સમાંથી આશરે 2.1% કર્મચારીઓની છટણી કરી છે, જેનો આંકડો લગભગ 4800 જેટલો થાય છે. આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કર્યા બાદ કંપનીના ઇંછ હેડ એમી કોલમેને એક મેમો દ્વારા આ પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે. તેમણે કર્મચારીઓને જણાવ્યું હતું કે, આ કઠોર નિર્ણય માત્ર ખર્ચ ઘટાડવા પૂરતો સીમિત નથી, પરંતુ કંપનીની કાર્યશૈલીમાં એક મોટો અને જરૂૂરી ફેરફાર લાવવાનો ભાગ છે. નોકરીઓમાં કાપની સાથે સાથે શેરબજારમાં પણ કંપનીની હાલત થોડી કફોડી જોવા મળી રહી છે. વર્ષ 2026 ના પહેલા છ મહિનામાં જ માઇક્રોસોફ્ટના શેરમાં લગભગ 23% નો મોટો ઘટાડો નોંધાયો છે, જે વર્ષ 2022 પછીનું તેનું સૌથી ખરાબ પ્રદર્શન છે.
